ચોરીની ઘટનાઓ છાશવારે થતી રહે છે પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે જેના કારણે આૃર્ય થાય છે. આવી જ એક ચોરીની ઘટના ઉત્તરપ્રદેશમાં જોવા મળી છે.
આ ઘટનાને રાજ્યની સૌથી મોટી ચોરી કહેવાય છે પરંતુ આૃર્યની વાત એ છે કે આ મામલે ન તો કોઈએ ફરિયાદ કરી છે કે ન તો પોલીસ આજ સુધી તેનો ખુલાસો કરી શકી છે. મજાની વાત એ છે કે પોલીસે ચોરીમાં ઉડાવાયેલું અડધું સોનું અને લાખો રૂપિયા જપ્ત કરી લીધા છે તેમ છતાં આ સંપત્તિ પર પોતાનો દાવો કરવા કોઈ સામે આવ્યું નથી. આ ઘટના ગ્રેટર નોઇડા સ્થિત સિલ્વર સિટી-2 સોસાઇટીના ફ્લેટ નંબર 301ની છે. અહીં ચોરોએ 2020માં 36 કિલોગ્રામ સોનું અને છ કરોડ રૂપિયાની ચોરી કરી હતી. પોલીસે તપાસ કરતા 10 મહિના બાદ તે ચોરો સુધી પહોંચી હતી અને 17 કિલો સોનું અને 57 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા પરંતુ આૃર્ય ત્યારે થયું હતું જ્યારે ન તો કોઈએ ચોરીનો કેસ નોંધાવ્યો છે અને તો જપ્ત કરાયેલા માલ પર કોઈએ દાવો કર્યો છે. પોલીસે દાખલ કરેલા આરોપનામામાં માલના માલિકનું નામ નથી. પોલીસે કહ્યું હતું કે કેસમાં 10 આરોપી સામેલ હતા. જેમાંથી ઘણાની ધરપકડ કરાઈ છે.










