- લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર તેજ
- રાજનાથ સિંહે યુપીના લખીમપુરમાં સંબોધી સભા
- સપા અને કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
લોકસભાની ચૂંટણીને લઇને બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલથી પ્રારંભ થશે. જેને લઇને વિવિધ બેઠકો પર રાજકીય દળો દ્વારા દિગ્ગજ નેતાઓ સતત રેલીઓ અને જનસભા સંબોધી રહ્યા છે. ત્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે યુપીના લખીમપુર પહોંચ્યા હતા. અહીં ચૂંટણી રેલી સંબોધન કરીને કોંગ્રેસ અને સપા પર ધારદાર પ્રહારો કર્યા હતા.
ભારતમાં રામ રાજ્યની શરૂઆત થઇ ગઇ- રાજનાથસિંહ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે જાહેર સભામાં કહ્યું કે એ દિવસો નજીક છે જ્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ભૂતકાળ બની જશે. તેમણે કહ્યું કે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે જે પોતાના વચનો પર કામ કરે છે. આ દરમિયાન રાજનાથ સિંહે સંરક્ષણ, આંતરિક સુરક્ષા, અર્થતંત્ર અને વિકાસના સંદર્ભમાં ભારતના વિકાસ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે રામલલા હવે ઝૂંપડીમાંથી તેમના શાહી મહેલમાં ગયા છે, જે દર્શાવે છે કે ભારતમાં રામરાજ્યની શરૂઆત થઈ ગઈ છે.
કોંગ્રેસ-સપા લુપ્ત થઇ જશે- રાજનાથ સિંહ
આ રેલીમાં તેમણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા અને કહ્યું કે જે રીતે કોંગ્રેસ અને સપા ચાલી રહી છે, તે જલ્દી જ ડાયનાસોરની જેમ રાજનીતિમાંથી લુપ્ત થઈ જશે.
સામ પિત્રોડાએ પણ હુમલો કર્યો હતો
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કોંગ્રેસ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા દ્વારા આપવામાં આવેલા વિરાસત ટેક્સ અંગેની સલાહ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે ભારતનો એક પણ પરિવાર મોભીના મૃત્યુ બાદ 55 ટકા સંપત્તિ છોડી શકે નહી.









