• યુપીમાં 1 લાખ પોલીસની કરાશે ભરતી
  • 20 ટકા મહિલાઓ માટે અનામત
  • સીએમ યોગી આદિત્યનાથે કરી જાહેરાત

ઉત્તર પ્રદેશ પોલીસમાં 1 લાખ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તેમાંથી 20 ટકા જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે અનામત રહેશે. સીએમ યોગી આદિત્યનાથે આ જાહેરાત કરી છે. સીએમએ કહ્યું કે આગામી બે વર્ષમાં યુપી પોલીસમાં 1 લાખ લાયક યુવાનોની ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આગામી બે વર્ષમાં બે લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે, જેમાંથી યુપી કોન્સ્ટેબલની 60244 જગ્યાઓ પર ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

યોગી આદિત્યનાથે કરી જાહેરાત

[[$googlead]]

સીએમ યોગીએ કહ્યું કે યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતીની લેખિત પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ લેવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જો કોઈ પણ જગ્યાએથી પરીક્ષામાં છેતરપિંડી કરતા પકડાશે તો તેને આજીવન કેદની સજા થશે. આ ઉપરાંત 1 કરોડનો દંડ અને મિલકત જપ્ત કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.

[[$alsoread]]

રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા 23મી ઓગસ્ટથી શરૂ થઇ છે અને 31મી ઓગસ્ટે સમાપ્ત થશે. આવતીકાલે 30 ઓગસ્ટે બે શિફ્ટમાં પરીક્ષા લેવાશે. દરેક શિફ્ટમાં 5 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. યુપી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડે આવતીકાલે યોજાનારી પરીક્ષા માટે એડમિટ કાર્ડ પણ બહાર પાડ્યા છે.

લેવાઇ રહી છે ફરીથી પરીક્ષા

મહત્વનું છે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા અગાઉ 17 અને 18 ફેબ્રુઆરીએ લેવામાં આવી હતી અને લગભગ 48 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પેપર લીકના કારણે રાજ્ય સરકારે પરીક્ષા રદ કરી હતી. ચુસ્ત બંદોબસ્ત હેઠળ ફરીથી ભરતી પરીક્ષા લેવામાં આવી રહી છે.

1 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી

પરીક્ષા સીસીટીવી અને ડ્રોનની દેખરેખ હેઠળ લેવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બે તબક્કાની ચકાસણી બાદ ઉમેદવારોને પરીક્ષા ખંડમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ઉમેદવારોએ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા છોડી દીધી છે.


  • Follow us on: