દરેક વ્યક્તિ જાણે છે કે મંદિરમાં ચંપલ પહેરીને ન જવાય પરંતુ યુપીના મિર્ઝાપુરમાં વિંધ્યવાસિની મંદિરમાં સેક્ટર મેજિસ્ટ્રેટ ચંપલ પહેરીને મંદિરમાં પહોંચ્યા હતા. જે બાદ વિવાદ એટલો લાંબો ચાલ્યો કે સેક્ટર મેજિસ્ટ્રેટને દોષિ જાહેર કરીને સસ્પેન્ડ કરી દીધા. આવો જાણીએ સમગ્ર વિગત


ડ્યુટી છોડીને પરિવારને કરાવ્યા દર્શન

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર સ્થિત પ્રસિદ્ધ મા વિંધ્યવાસિની મંદિરમાં નવરાત્રિનો મેળો ચાલી રહ્યો છે. નવરાત્રિને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં ભક્તો મેળાની સાથે મંદિરે દર્શન કરવા આવી રહ્યા છે. આવી સ્થિતિમાં પોલીસ પ્રશાસને અનેક વ્યવસ્થા કરી છે. પરંતુ ગઈકાલે મંદિરમાં થોડી અરાજકતા જોવા મળી હતી.

મંદિરમાં પહોંચ્યા ચંપલ પહેરીને

પંડા સમુદાયના લોકોએ મંદિર પરિસરથી દૂર ડ્યુટી પર તૈનાત સેક્ટર મેજિસ્ટ્રેટને તેમના પરિવારને VIP દર્શન આપતા જોયા હતા. બીજેપીના ધારાસભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને મંદિરમાં પગરખાં પહેરીને પ્રવેશેલા સેક્ટર મેજિસ્ટ્રેટને સખત ઠપકો આપ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બીજેપી નેતાએ આપ્યો ઠપકો 

સેક્ટર મેજિસ્ટ્રેટ પ્રતીક કુમાર સિંહની અષ્ટભુજા પાસેના મેળામાં ડ્યુટી હતી. પરંતુ પોતાની ડ્યુટી પોઈન્ટ છોડીને તેઓ પરિવારના સભ્યોને મા વિંધ્યવાસિની મંદિરે દર્શન માટે લઈ જવા વ્યસ્ત હતા. મંદિરમાં દર્શન માટે જતા સમયે તેણે ચંપલ પણ પહેર્યા હતા, જેને જોઈને પંડા સમુદાયના લોકોએ વિરોધ કર્યો હતો. વળી આ દરમિયાન મિર્ઝાપુર નગરના બીજેપી ધારાસભ્ય રત્નાકર મિશ્રા પણ ત્યાં પહોંચ્યા હતા. તેમણે અધિકારીનું આઈડી કાર્ડ જોયું અને પછી તેને સખત ઠપકો આપ્યો. આ દરમિયાન ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા મેજિસ્ટ્રેટે તેની નોંધ લીધી હતી. તેમજ એડીએમને તપાસ સોંપી હતી.


એડીએમની તપાસમાં ડ્યુટી પોઈન્ટ છોડીને વિંધ્યાચલ આવેલા સેક્ટર મેજિસ્ટ્રેટને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇને નાયબ નિયામક કૃષિ વિકેશ પટેલે તેમને સસ્પેન્ડ કર્યા હતા. મહત્વની વાત છે કે સસ્પેન્ડ કરાયેલા પ્રતિક કુમાર સિંહ કૃષિ વિભાગમાં સહાયક વિકાસ અધિકારી (કૃષિ)ના પદ પર કામ કરતા હતા.


  • Follow us on: