- યુપીના બહરાઇચમાં આદમખોર વરુ ઝડપાયુ
- વનવિભાગે ચોથા વરુને ઝડપી પાડ્યું
- અગાઉ 3ને વનવિભાગે ઝડપી લીધા હતા
યુપીમાં બહરાઇમાં જનપદના મહસી વિસ્તારમાં આદમખોર વરુઓનો આતંક જોવા મળ્યો હતો. ગામમાં માનવભક્ષી વરુઓનું ઝૂંડ ઘુસી જતા ગ્રામજનોની ઉંઘ ઉડી ગઇ હતી. ત્યારે વન વિભાગે આજે ચોથા વરુને પાંજરે પુર્યુ છે. આ પહેલા 3 આદમખોર વરુોને વનવિભાગે દબોચી લીધી હતા. મહત્વનું છે કે નરભક્ષી વરુઓની શોધમાં 11 ટીમ વ્યસ્ત બની છે. દિવસ રાત એક કરીને શોધખોળ કરવામાં આવી રહી છે. આદમખોર દીપડાના આતંકથી 70 હજારથી વધારે લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.










