- ઉત્તર પ્રદેશની કાઉન્સિલ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગનો નિર્ણય
- હવે આ શાળાઓમાં કોઈ શિક્ષક કોઈ વિદ્યાર્થીને મારશે નહીં
- શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સજાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે
સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે રમ ઝમ પહેલાના સમયમાં આવી કહેવતને માન્યતા હતી એટલે શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને મારી શકતા હતા. જો કે હવે કોઇ શિક્ષક બાળકને મારે તો વિવાદ થાય છે. પહેલા શિક્ષણને એક અલગ સ્તરે જોવાતુ શિક્ષકોનું ખુબ જ માન પાન હતપ તેઓ ફક્ત શિક્ષણ જ નહી જીવનના પાઠ ભણાવતા બાળકનો સર્વાંગી વિકાસ કરતા. જો કે હવે તો દિવસે ને દિવસે શિક્ષણનું સ્તર કથળતુ જાય છે. બાળકોને હાથ લગાવે તો શિક્ષકોનું આવી બને છે.
ઉત્તર પ્રદેશની કાઉન્સિલ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. હવે આ શાળાઓમાં કોઈ શિક્ષક કોઈ વિદ્યાર્થીને મારશે નહીં કે કોઈ વિદ્યાર્થીને માનસિક સજા પણ આપવામાં આવશે નહીં. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની સજાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો અનુસાર, શિક્ષકો બાળકોને ઠપકો આપશે, તેમને કેમ્પસની આસપાસ દોડાવશે, ચિટલા ભરશે, થપ્પડ મારશે અથવા તેમને ઘૂંટણિયે બેસાડવા જેવી સજા કરશે તો શિક્ષકોની આવી બનશે.
બાળકોને માનસિક શિક્ષા આપવા પર પણ પ્રતિબંધ
જો શિક્ષક સજા તરીકે એકલા વિદ્યાર્થીને વર્ગખંડમાં બંધ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ વિભાગના આ નવા નિયમો નવા સત્રથી લાગુ કરવામાં આવશે. માહિતી અનુસાર, સ્કૂલ એજ્યુકેશનના મહાનિર્દેશક કંચન વર્માએ તમામ બીએસએને સૂચના આપી છે કે નવા સત્રથી કાઉન્સિલની શાળાઓમાં ભણતા બાળકોને શારીરિક અને માનસિક સજા ન આપવામાં આવે. બાળકોને તેમના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. દરેક શાળામાં જ્યાં છાત્રાલયો છે ત્યાં એક મંચ બનાવવો જોઈએ જ્યાં બાળકો તેમના વિચારો વ્યક્ત કરી શકે. શાળામાં ફરિયાદ પેટી હોવી જોઈએ જેથી બાળકો ફરિયાદ કરી શકે. બાળકો, શિક્ષકો અને વાલીઓ સાથે વાલી-શિક્ષકની બેઠક હોવી જોઈએ.
શાળાના વિદ્યાર્થીઓ ફરિયાદ કરી શકશે
ડાયરેક્ટર જનરલે એમ પણ કહ્યું કે શાળામાં ફરિયાદોના ઝડપી નિવારણ માટે મુખ્યમંત્રી દ્વારા શરૂ કરાયેલ ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી શકાશે. આ નંબર શાળાના નોટિસ બોર્ડ પર ચોંટાડવામાં આવશે જેથી ફરિયાદો અને સૂચનો પર નિયમિતપણે નજર રાખી શકાય. ડાયરેક્ટર જનરલ સ્કૂલ એજ્યુકેશન કંચન વર્માએ તમામ BSA ને સૂચના આપી છે કે ભોજન, રમતનું મેદાન, પીવાનું પાણી અને શૌચાલયની સુવિધા દરમિયાન કોઈની સાથે ભેદભાવ ન થવો જોઈએ. શિક્ષકોને બાળકોને તેમના અધિકારોથી વાકેફ કરીને તેમના માટે તૈયાર કરેલ મોડ્યુલની તાલીમ આપવી જોઈએ. તમામ શાળાઓ સુનિશ્ચિત કરશે કે દર મહિને શિક્ષક-વાલીઓ સમિતિની બેઠકમાં આ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવે.