- યુપીના ઉન્નાવમાં ભયંકર અકસ્માત
- ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા 6ના મોત
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. ઉન્નાવ- હરદોઇ માર્ગ પર પૂર પાટ આવતી ટ્રકે બસને ટક્કર મારતા દુર્ઘટના સર્જાઇ. જેમાં 6 લોકોના મોત જ્યારે 12 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
ભયંકર અકસ્માત
અકસ્માત એટલો ગમખ્વાર હતો કે રસ્તા પર લાશ જ જોવા મળી રહી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો અને પોલીસ પહોંચી ગઇ હતી. કહેવામાં આવી રહ્યુ છે કે બસમાં 20 લોકો સવાર હતા. સામ સામે થયેલી ટક્કરને કારણે બસના કૂરચે કૂરચા ઉડી ગયા હતા. આ ભયંકર અકસ્માતમાં કુલ 6ના મોત અને 12 લોકો ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
4 મહિલા, 2 પુરુષના મોત
પોલીસે ઘટના સ્થળે પહોંચીને રાહદારીઓની મદદથી ઘાયલ અને મૃતકોને બહાર કાઢ્યા હતા. જે બાદ 12થી વધુ લોકોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ ભયાનક અકસ્માત ઉન્નાવના સફીપુર કોતવાલીના જમાલદીપુર ગામમાં થયો હતો. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ગામના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અકસ્માત બાદ સીઓ સફીપુર ઋષિકાંત શુક્લાએ 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે, જેમાં 4 પુરૂષ, 2 મહિલા અને 12 લોકો ઘાયલ છે.
સીએમ યોગીએ ઘટનાની મેળવી જાણકારી
મુખ્યમંત્રીએ ઉન્નાવ જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતની નોંધ લીધી છે. સીએમ યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી.









