• ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના
  • સહસ્ત્રતાલ ટ્રેક પર 9 લોકોના મોતની પુષ્ટિ
  • ખરાબ હવામાનને કારણે ફસાયા હતા ટ્રેકર્સ

ઉત્તરાખંડની ઉત્તરકાશી ટિહરી બોર્ડર પર 15 હજાર ફૂટની ઊંચાઈએ આવેલા સહસ્ત્રતાલ ટ્રેક પર એક મોટી દુર્ઘટના થઈ છે. અત્યાર સુધીમાં લગભગ 9 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માત બાદ 13 લોકોને બચાવી લેવાયા છે. પાંચ મૃતદેહોને લઈ જવામાં આવ્યા છે, જ્યારે 4 મૃતદેહોને લઈ જવાના બાકી છે.

સહસ્ત્રતાલ ટ્રેક પરથી ફરી રહ્યા હતા પરત

મહત્વનું છે કે મંગળવારે કર્ણાટક અને મહારાષ્ટ્રના 22 ટ્રેકર્સ સહસ્ત્રતાલ ટ્રેક પરથી પાછા ફરતી વખતે કુફરી ટોપ પર ખરાબ હવામાનને કારણે અટવાયા હતા. કર્ણાટક અને મહારાષ્ટ્રથી આવેલા આ ટ્રેકિંગ ગ્રુપે 29મી મેથી ટ્રેકિંગ શરૂ કર્યું હતું અને 7મી જૂન સુધીમાં પરત ફરવાનું હતું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પાંચ મોત થયા હતા જે ગુરુવારે વધીને નવ થઈ ગયા છે અને 13ને બચાવી લેવાયા છે. બચાવ કામગીરી માટે NDRFના જવાનો અને બે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. મતલી હેલિપેડ પર એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે.

શુ છે મામલો ?

મંગળવારે ઉત્તરાખંડમાં સહસ્ત્ર તાલ જઈ રહેલા 22 ટ્રેકર્સનું એક જૂથ ઉત્તરકાશી-ટિહરી સરહદ પર 15,000 ફૂટની ઊંચાઈએ એક પહાડીની ટોચ પર જઇને ગુમ થઈ ગયું હતું. આ કેસમાં વધુ વિગતો આપતાં ઉત્તરકાશીના જિલ્લા મેજિસ્ટ્રેટ મેહરબાન સિંહ બિષ્ટે જણાવ્યું હતું કે ટ્રેકિંગ ટીમમાં કર્ણાટકના 18 સભ્યો, એક મહારાષ્ટ્રના અને ઉત્તરકાશીના ત્રણ માર્ગદર્શકોનો સમાવેશ થાય છે, જેઓ 29 મેના રોજ સહસ્ત્ર તાલ સુધી ટ્રેકિંગ અભિયાન પર ગયા હતા. તેઓ  7મી જૂને પાછા આવાના હતા.  તેમણે જણાવ્યું કે મંગળવારે સાંજે 4 વાગ્યાની આસપાસ અત્યંત ખરાબ હવામાનને કારણે ટ્રેકર્સ કુફરી ટોપ પર ફસાઈ ગયા હતા.
  • Follow us on: