• ઉત્તરાખંડમાં 3 દિવસથી ભારે વરસાદ
  • બદ્રીનાથ નેશનલ હાઇવે થયો બંધ
  • અનેક જગ્યાએ વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ
ઉત્તરાખંડમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ ચાલુ છે. ચમોલી જિલ્લામાં વરસાદની ભારે અસર થઈ છે. ભૂસ્ખલનને કારણે ચમોલી જિલ્લામાં 6 સ્થળોએ બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ છે. પરિણામે પ્રશાસન માર્ગ ખોલવામાં વ્યસ્ત બન્યુ છે.
ચમોલી જીલ્લા હેઠળના ભાનેરપાની, જૂની નગર પંચાયત પીપલકોટી, કંચનગંગા, છિંકા પાગલનાલા અને હેલાંગ નજીક કાટમાળને કારણે બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગને અવરોધિત થયો છે તેમ ચમોલી પોલીસે જણાવ્યું હતું.

રુદ્રપ્રયાગ પોલીસે ટ્વીટ કર્યું હતુ કે સતત ભારે વરસાદને કારણે, રુદ્રપ્રયાગ ગૌરીકુંડ NH 107 ડોલિયા દેવી માર્ગમાં અવરોધ ઉભો થયો છે. રસ્તો ખોલવાના પ્રયાસો ચાલુ છે. સમગ્ર રુદ્રપ્રયાગ જિલ્લામાં સતત વરસાદ થઈ રહ્યો છે. પરિણામે મુસાફરોને અનિવાર્ય સંજોગોમાં જ મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે.


સાવચેતી રાખવા અપીલ
બદ્રીનાથ નેશનલ હાઈવે પર વિવિધ સ્થળોએ લેન્ડસ્લાઇડ થવાને કારણે હાઈવે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. ભાનેરપાણી (પીપલકોટી) જૂની નગર પંચાયતના રસ્તાઓ પીપલકોટી અને છિંકા પાસે કાટમાળના કારણે બંધ થઈ ગયા હતા. કંચનગંગા નાળામાં કાટમાળના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. પાગલનાલા અને હેલાંગ પાસે બ્લોક કરાયેલા હાઈવેને પણ ટ્રાફિક માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.
હાઇવે અનબ્લોક કરવા કામગીરી શરૂ
NH ઓથોરિટી દ્વારા બંધ હાઇવે પરથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ચમોલીમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદીઓના જળસ્તર પણ ધીમે ધીમે વધવા લાગ્યા છે. પરિણામે સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટીતંત્ર નદી કિનારે અને નદીઓની આસપાસ રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપી રહ્યું છે.
10થી વધુ જગ્યાએ રસ્તા બ્લોક
ચમોલી અને બદ્રીનાથ વચ્ચે અડધો ડઝન જગ્યાએ બદ્રીનાથ નેશનલ હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યો છે. આ સ્થળોએ નેશનલ હાઈવે ખોલવાના પ્રયાસો ચાલુ છે. ચમોલી જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને જોતા આજે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.જિલ્લાના કંચન ગંગા, પાગલ નાળા, ભાનેર પાણી, પિનોલા ઘાટ, છિંકા અને કામેડામાં નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે, તેને ખોલવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.

  • Follow us on: