• ઉત્તરાખંડ કોંગ્રેસને ફટકો
  • બદ્રીનાથથી કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાયા
  • cm પુષ્કરસિંહ ધામીની હાજરીમાં જોડાયા ભાજપમાં

લોકસભાની ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિ રમાઇ રહી છે. રાજકીય પાર્ટીઓમાં પક્ષપલટાનો દોર શરૂ થઇ ગયો છે. તેવામાં ઉત્તરાખંડ લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસને ફટકો પડ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર ભંડારી બીજેપીમાં જોડાયા છે.

હું વિકાસની યાત્રામાં યોગદાન આપવા માંગુ છુ- રાજેન્દ્ર ભંડારી

[[$googlead]]

બદ્રીનાથથી કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્ર ભંડારી રવિવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી અને દુષ્યંત ગૌતમે તેમને પાર્ટીની સદસ્યતા આપી હતી. આ પ્રસંગે રાજેન્દ્ર ભંડારીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસની યાત્રા ચાલી રહી છે. હું વિકાસની આ યાત્રામાં યોગદાન આપવા માંગુ છું.મહત્વનું છે કે ગઢવાલ લોકસભામાં 14 ધારાસભ્યો છે. 13 ભાજપ સાથે હતા. ભંડારીના જોડાયા બાદ હવે તમામ ધારાસભ્યો ભાજપના છે. કોંગ્રેસ પાસે એક પણ ધારાસભ્ય નથી.

[[$alsoread]]

 રાજેન્દ્ર ભંડારી ભાજપમાં તેની ખુશી છે- પુષ્કરસિંહ ધામી

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આજે ખુશી છે કે લાંબી રાજકીય કારકિર્દી ધરાવતા રાજેન્દ્ર ભંડારી ભાજપમાં જોડાઈ રહ્યા છે. રાજેન્દ્ર ભંડારી જે બદ્રીનાથના ધારાસભ્ય છે. કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ ત્યાં ચાલી રહી છે. તેનાથી પ્રભાવિત થઈને તેઓ જોડાઈ રહ્યા છે.

દેશની સાથે ઉત્તરાખંડ પણ વિકાસ કરી રહ્યું છે- પુષ્કરસિંહ ધામી

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રાજેન્દ્ર ભંડારીનું સ્વાગત કરતા કહ્યું કે તેમણે વર્ષોથી ઉત્તરાખંડ અને બદ્રીનાથધામની સેવા કરી છે. અલગ-અલગ હોદ્દા પર રહીને જે રીતે તેમણે પોતાની કાર્યશૈલીથી લોકોના દિલ જીતી લીધા. ત્રણ વખત જીતવું તેની લોકપ્રિયતા અને પ્રભાવ દર્શાવે છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે ઉત્તરાખંડને વિકાસ સાથે જોડી દીધું છે. જેનાથી અમે ગર્વ અનુભવીએ છીએ.

  • Follow us on: