- 25થી વધુ સ્થળો પર તિરાડો પડી, 8 સ્થળો જોખમી જાહેર
- બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા રેગ્યુલર મેન્ટેનન્સ કરાયું
- પુનર્વસન માટે સરકારે બનાવ્યો છે 3 વિકલ્પોનો પ્લાન
જોશીમઠમાં જમીન ખસવાની અને મકાનોમાં તિરાડો પડવાની ઘટના બાદ હવે જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર પણ તિરાડો જોવા મળી છે. હાઈવે પર જુદા જુદા 5 સ્થળોએ આ પ્રકારની તિરાડો જોવા મળી છે. નવી તિરાડો જોવા મળ્યા બાદ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા તેની સુચના જાહેર કરવામાં આવી છે. તિરાડો વાળા સ્થળોએ રેગ્યુલર મેન્ટેનન્સ કરી દીધું છે.
જોશીમઠ સહીત સમગ્ર ઉતરાખંડના જુદા જુદા વિસ્તારોમાં જમીનમાં તિરાડો પડવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. તેની શરૂઆત જોશીમઠથી થઇ હતી. ત્યારબાદ કર્ણપ્રયાગમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી હતી. તાજેતરમાં બદ્રીનાથ હાઈવે પાસે આવે ITI વિસ્તારના બહુગુણા નગર અને સબ્જી મંડીના ઉપરના ભાગોમાં પણ તિરાડો જોવા મળ્યાની વાતો સામે આવી હતી. ત્યારબાદ એક ટીમ નિરીક્ષણ માટે પહોંચી હતી, જેને 25 ઘરોમાં મોટી મોટી તિરાડો જોવા મળી હતી. તેમાંથી 8 ઘરોને અત્યંત જોખમી જાહેર કરી દેવામાં આવ્યા હતા અને આ ઘરોમાં રહેતા લોકોને મકાન ખાલી કરાવી દેવામાં આવ્યા હતા.

તાજેતરમાં જ, કર્ણપ્રયાગના મરોડા ગામમાં અનેક મકાનોમાં તિરાડો જોવા મળી હતી. ઘરોમાંએ રીતે તિરાડો પડી હતી જાણે ઘર પર વીજળી પડી હોય. આ ઉપરાંત ઘણા પાયા પણ સરકી રહ્યા હતા. જણાવી દઈએ કે, તાજેતરમાં જમ્મુ કાશ્મીરના રામબાણ અને ડોડા ખાતે મકાનોમાં તિરાડો જોવા મળી હતી.
જમીનમાં તિરાડો પડવાની ઘટના સામે આવ્યા બાદ બેઘર થયેલા લોકો માટે સરકાર સેટમેંટ પ્લાન લાવી હતી. જે હેઠળ લોકોને 3 વિકલ્પો સૂચવવામાં આવ્યા હતા. પ્લાનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે કોઇપણ વિકલ્પ પસંદ કરવા માટે અને સરકારી યોજનાનો લાભ લેવા માટે લોકોએ તેમના ઘરની રજીસ્ટ્રી સરકારના નામે કરી દેવાની રહેશે.
ચમૌલીના જિલ્લા અધિકારી હિમાંશુ ખુરાનાએ જોશીમઠમાં વિસ્થાપિતો માટે ત્રણ વિકલ્પો સૂચવ્યા હતા. ખુરાના જોશીમઠ માટે સમાધાન યોજના પર કામ કરી રહેલ કમિટીના પ્રમુખ છે. તેમણે કહ્યું હતું કે પહેલો વિકલ્પ પ્રભાવી જમીન અથવા મકાન માલિકને આર્થિક સહાયતા આપવાનો છે. તેમણે કહ્યું હતું કે મકાન અથવા જમીન ક્ષતિગ્રસ્ત થતા નિયત માનદંડના આધારે વળતર આપવામાં આવશે. તેનો લાભ લેવા માટે ચુકવણી પહેલા પીડિતએ જમીન અથવા મકાનની રજીસ્ટ્રી સરકારના નામે કરવાની રહેશે.
બીજા વિકલ્પ હેઠળ, પીડિત વ્યક્તિને વધુમાં વધુ 100 વર્ગ મીટર ક્ષેત્રફળ સુધીની જમીન ઘર બનાવવા માટે આપવામાં આવશે. તો ઘરને થયેલ નુકશાન માટે વળતર પણ અલગથી આપવામાં આવશે. જે લોકોની જમીન 100 વર્ગ મીટર કરતા વધુ છે તેમને બાકીની જમીનના બદલામાં વળતરના નિયમો મુજબ વળતર આપવામાં આવશે. તેમાં પણ પહેલા રજીસ્ટ્રી સરકારના નામે કરવાની રહેશે.
ત્રીજા વિકલ્પ હેઠળ પુનર્વસન માટે નક્કી કરેલ સ્થળ પર વધુમાં વધુ 75 વર્ગ મીટર ક્ષેત્રફળ સુધીની જમીન પર મકાન બનાવવામાં આવશે. જો પ્રભાવિત શખ્સને ઘર કે જમીનની કિંમત આપવામાં આવી રહેલ કિંમત જમીન કે મકાનની કિંમત કરતા વધુ છે તો બાકીની રકમનું ચુકવણું પણ કરવામાં આવશે.