- રેલવેમાં મુસાફરી કરતાં લોકો માટે સારા સમાચાર
- ભારતીય રેલવે વંદે ભારતનું મેટ્રો વર્ઝન લોન્ચ કરશે
- પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યું
રેલવેમાં મુસાફરી કરતાં લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ભારતીય રેલવે તેને મુસાફરોને મોટી ભેટ આપવા જઈ રહી છે. ભારતીય રેલવે વંદે ભારતનું મેટ્રો વર્ઝન લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેમાં આજે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ રન સફળ સાબિત થયું છે.
વંદે મેટ્રોની ટ્રાયલ રન શરૂ કરી દીધી
ભારતીય રેલવે હવે તેના મુસાફરો ચેન્નાઈ બીચ અને કટપડી જંક્શન વચ્ચે વંદે મેટ્રોની ટ્રાયલ રન પણ શરૂ કરી દીધી છે. હવે આ વનડે મેટ્રો ટ્રેન ટૂંક અંતર માટે કાર્યરત થશે. ટ્રાયલ રન દરમિયાન વંદે મેટ્રો ટ્રેને 130 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ત્યારે મહત્વનું કહી શકાય કે, વંદે મેટ્રો ટ્રેનો મેમુ ટ્રેનોનું સ્થાન લઈ શકે છે.
ભારતીય રેલવેએ વંદે ભારત મેટ્રો ટ્રેન શરૂ કરી
ભારતીય રેલવેએ વંદે ભારત મેટ્રો ટ્રેન શરૂ કરી છે. વંદે ભારત મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન ચેન્નાઈ બીચથી કટપડી જંક્શન સુધી કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, મુખ્ય રેલવે સુરક્ષા કમિશનર વંદે મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા હતા. ચેન્નાઈ બીચ સ્ટેશનથી ટ્રેનનો ઉપડવાનો સમય સવારે 9.30 વાગ્યાનો હતો અને પછી વિલ્લીવાકમ પહોંચતા જ કેટલાક અધિકારીઓ ટ્રેનમાં ચડી ગયા હતા.
મુસાફરોને અન્ય ટ્રેનો કરતા વધુ સુવિધા મળશે
ભારતીય રેલવેના જણાવ્યા અનુસાર વંદે ભારતની જેમ દરવાજા પણ આપોઆપ ખુલી જશે. આ ટ્રેનમાં મુસાફરોને અન્ય ટ્રેનો કરતા વધુ સુવિધા મળશે. રેલવે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વંદે મેટ્રો ટ્રેનમાં વંદે ભારત ટ્રેન જેવી જ સુવિધાઓ હશે. તેના ફીચર્સ પણ વંદે ભારત ટ્રેન જેવા જ હશે.
આ ટ્રેન ટૂંકા અંતર માટે કાર્યરત રહેશે
આ ટ્રેન ટૂંકા અંતર માટે ચલાવવામાં આવી રહી છે. જેથી એક શહેરથી બીજા શહેરમાં સરળતાથી મુસાફરી કરી શકાય. મળતી માહિતી મુજબ, એક કોચમાં લગભગ 100 મુસાફરોને બેસવાની જગ્યા હશે. આ સિવાય 200 મુસાફરો ઉભા રહીને મુસાફરી કરી શકશે. વંદે ભારત મેટ્રો ટ્રેનનું ટ્રાયલ આગામી કેટલાક દિવસો સુધી આ રીતે ચાલુ રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે તેને 15 ઓગસ્ટ પહેલા સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવી શકે છે.