- વંદે સ્લીપર ટ્રેનમાં રાજધાની એક્સપ્રેસ તેમજ તેજસ એક્સપ્રેસ કરતા પણ વધુ સારી સુવિધા
- વંદે મેટ્રો ટ્રેનને પણ વહેલી તકે પાટા પર દોડતી કરાશે
- ટ્રેનોમાં સ્લીપર અને જનરલ કોચ વધારવાના રેલવે મંત્રીએ નિર્દેશ આપ્યા
ભારતીય રેલવે દ્વારા આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે બે નવી ટ્રેનો શરૂ કરવામાં આવશે જેમાં વંદે ભારત સ્લીપર ટ્રેનની 15મી ઓગસ્ટે ટ્રાયલ રન લેવામાં આવશે. વંદે ભારત સ્લીપર ટ્રેન રાજધાની એક્સપ્રેસ કરતા પણ વધારે સારી અને સુવિધાજનક હોવાનું જણાવાયું છે.
રેલવે દ્વારા શહેરો વચ્ચે ટૂંકા અંતરની ટ્રેન પણ વહેલી તકે દોડતી કરવામાં આવશે જે વંદે મેટ્રો તરીકે ઓળખાશે. વંદે ભારત ચેર કાર ટ્રેનને સફળતા મળ્યા પછી રેલવેએ હવે વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. વંદે સ્લીપર ટ્રેનમાં રાજધાની એક્સપ્રેસ તેમજ તેજસ એક્સપ્રેસ કરતા પણ વધુ સારી સુવિધા હોવાનું જાણવા મળે છે.
વંદે ભારત સ્લીપરની વિશેષતાઓ
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 16 કૉચ રહેશે. જેમાં 11 એસી થ્રી ટિયર, 4 એસી ટૂ ટિયર તેમજ 1 એસી ફર્સ્ટ ક્લાસનો કૉચ જોડવામાં આવશે. કુલ પ્રવાસીઓની બર્થ ક્ષમતા 823 પ્રવાસીઓની રહેશે.
બર્થમાં વધારાનું કુશન તેમજ દરેક બર્થનાં પડખામાં કુશન લગાવેલા હશે. પ્રવાસીઓ માટે ઉપરના અને નીચેના બર્થમાં જવાનું વધુ સરળ આખોને પસંદ આવે તેવો ઈન્ટિરિયર કલર કલાકનાં 160 કિ.મીની ઝડપે ટ્રેનને દોડાવવામાં આવશે.
વંદે મેટ્રોની વિશેષતા
વંદે મેટ્રો સેલ્ફ પ્રોપેલ્ડ ટ્રેનનો સેટ જે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જેવી સુવિધા સાથે દોડાવાશે જેમાં એન્જિન અલગ રખાશે નહીં.
ટૂંકા અંતરની ટ્રેન જે શહેરો વચ્ચે ઈન્ટરસિટી ટ્રેનની જેમ દોડાવાશે. ખાસ કરીને મેઈનલાઈન EMU ટ્રેનનાં સ્થાને દોડાવાશે. કલાકનાં 130 કિ.મીની ઝડપે દોડશે. દરેક કૉચમાં 100 પ્રવાસીઓને બેસવાની સુવિધા પ્રવાસીઓ માટે આરામદાયક સીટો 200 પ્રવાસીઓ એક કૉચમાં ઊભા રહી શકે તેવી સુવિધા
પ્રવાસીઓ માટે ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ દરવાજા
મોબાઈલ માટેનાં ચાર્જિંગ પોઈન્ટ, રૂટ ઈન્ડિકેટર ડિસ્પ્લે.
એન્ટિ કોલાઈઝન કવચ સિસ્ટમથી સજ્જ એક ટ્રેનમાં 12 અથવા 16 કૉચ
ટ્રેનોમાં સ્લીપર અને જનરલ કોચ વધારવાના રેલવે મંત્રીએ નિર્દેશ આપ્યા
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગરમીઓમાં મુસાફરોને પડતી અગવડોને ધ્યાનમાં રાખીને અધિકારીઓને યુદ્ધના સ્તરે કામ કરવાના નિર્દેશ આપ્યા છે. જેમાં ટ્રેનોમાં નોન-એસી સ્લીપર અને રિઝર્વેશન વગરના કોચની સંખ્યા વધારવા તથા એરકન્ડિશન્ડ કોચોમાં એરકન્ડિશનિંગ સિસ્ટમ બગડેલી હોવાની ફરિયાદો દૂર કરવાનો સમાવેશ થાય છે. રેલવેનાં સૂત્રો અનુસાર, રેલવેમંત્રી વૈષ્ણવે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મીટિંગ કરી હતી. જેમાં રેલવે બોર્ડના સભ્યો અને અન્ય સિનિયર અધિકારીઓ સહિત રેલવે જનરલ મેનેજર અને બધાં ક્ષેત્રના રેલવે મેનેજરો સામેલ થયા હતા.