- અશ્વિની વૈષ્ણવે વંદે સ્લીપર કોચનું કર્યુ નિરીક્ષણ
- બેંગ્લુરુમાં સ્થિત BEML ભવનનુ કર્યુ નિરીક્ષણ
- અશ્વિની વૈષ્ણવે કહ્યું, 3 મહિનામાં વંદે સ્લીપર થઇ જશે શરૂ
રેલ્વે અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે એટલે કે રવિવારે બેંગલુરુમાં BEML ખાતે વંદે સ્લીપર કોચનું નિરીક્ષણ કર્યું. અશ્વિની વૈષ્ણવે થિપ્પાસન્દ્રા, બેંગલુરુ ખાતે BEML મુખ્ય ભવનનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ બાદ કેન્દ્રીય મંત્રીએ મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમને આશા છે કે વંદે સ્લીપર કોચનું પેસેન્જર ઓપરેશન ત્રણ મહિનામાં શરૂ થઈ જશે. આ સંપૂર્ણ સ્લીપર વર્ઝન છે.
વંદે કોચનું કર્યુ નિરીક્ષણ
અશ્વિની વૈષ્ણવ બેંગલુરુમાં BMLA વંદે કોચનું નિરીક્ષણ કરતા કહ્યુ કે તેનું ભાડું પરવડે તેવું હશે. ડિઝાઇનમાં પણ ઘણી નવીનતાઓ લાવવામાં આવી છે. મેન્ટેનન્સ સ્ટાફ માટે અલગ કેબિન પણ બનાવવામાં આવી છે. વંદે મેટ્રો અને અમૃત ભારત જેવી 4 ટ્રેનોને ગોઠવવામાં આવી છે.
અશ્વિની વૈષ્ણવે શું કહ્યું?
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અત્યંત કાળજી સાથે સ્ટાફ માટેની સુવિધાઓને ધ્યાનમાં રાખીને, વંદે ચેરકાર, વંદે સ્લીપર, વંદે મેટ્રો અને અમૃત ભારત નામની 4 ટ્રેનોને ઘણી બધી સુરક્ષા સુવિધાઓને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવી છે.
ભાડુ પરવડે તેવુ હશે- અશ્વિની વૈષ્ણવ
તેમણે વધુમાં કહ્યું તે જ સમયે તે મધ્યમ વર્ગની રાઈડ છે તેથી તેનું ભાડું પરવડે તેવું હશે. ડિઝાઇનમાં પણ ઘણી નવીનતાઓ લાવવામાં આવી છે. મેન્ટેનન્સ સ્ટાફ માટે અલગ કેબિન પણ બનાવવામાં આવી છે. તેનું પરીક્ષણ આગામી દોઢથી બે મહિના સુધી ચાલુ રહેશે અને તે ત્રણ મહિના પછી સેવામાં આવશે.
BEML ખાતેના કાર્યક્રમ પછી રેલ્વે મંત્રી રવિવારે બપોરે 2 વાગ્યે મલ્ટિડિસિપ્લિનરી ડિવિઝનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (MDDTI), બેંગલુરુ (રેલવે ટ્રેનિંગ સેન્ટર) ખાતે તાલીમાર્થીઓ/કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરવાના છે.









