વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીમાં 600 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સમાં સૂરજમલ વિહારમાં ઈસ્ટર્ન કેમ્પસ, દ્વારકામાં વેસ્ટર્ન કેમ્પસ અને રોશનપુરા, નજફગઢમાં વીર સાવરકર કોલેજનું નિર્માણ સામેલ છે.
આ પ્રોજેક્ટ્સ રાજધાનીના પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં વિકસાવવામાં આવશે. તેમાં સૂરજમલ વિહારમાં ઈસ્ટર્ન કેમ્પસ (DU ઈસ્ટ કેમ્પસ), દ્વારકામાં વેસ્ટર્ન કેમ્પસ (DU વેસ્ટ કેમ્પસ) અને રોશનપુરા, નજફગઢમાં વીર સાવરકર કોલેજનું નિર્માણ સામેલ છે.ચાલો જાણીએ કેટલું ભવ્ય હશે આ કેમ્પસ?
DU ઈસ્ટ કેમ્પસ સુરજવિહાર
સુરજમહલ વિહારમાં તૈયાર થનાર ઈસ્ટ કેમ્પસ 15.25 એકરમાં ફેલાયેલું અને 373 કરોડના ખર્ચે તૈયાર થશે. આ કેમ્પસમાં LLB , LLM ,ઈન્ટિગ્રેટેડ LLB સહિતના કોર્સ ઉપલબ્ધ થશે. આ 60 ક્લાસરૂમ , 10 ટ્યુટોરિયલ રૂમ , 6 મૂટ કોર્ટ , 4 કમ્પ્યુટર લેબ 2 કાફેટેરિયા જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે.
DU વેસ્ટ કેમ્પસ દ્વારકા
દ્વારકા વેસ્ટ કેમ્પસ દ્વારકાના સેક્ટર 22માં બનશે જે અંદાજે 107 કરોડ ખર્ચ થશે. 42 ક્લાસરૂમ , 2 મૂટ કોર્ટ , ડિજિટલ લાઇબ્રેરી , સેમિનાર હોલ , ફેકલ્ટિ રૂમ , કોન્ફરેંસ રૂમ વિગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે.
વીર સાવરકર કોલેજ નજફગઢ
નઝફગઢના રોશનપુરામાં વીર સાવરકરના નામે બનવા જઈ રહેલી કોલેજનું નિર્માણ 140 કરોડના ખર્ચે થશે. 24 ક્લાસરૂમ , 8 ટ્યુટોરિયલ રૂમ , 40 ફેકલ્ટિ રૂમ , કેન્ટીન , લાઇબ્રેરિ અને કોન્ફરેંસ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે.
વિશ્વ કક્ષાનું શિક્ષણ વાતાવરણ પૂરું પાડવા પ્રતિબદ્ધ - PM મોદી
PM મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ 'X' પર પોસ્ટ કરીને દિલ્હીના લોકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે શરૂ થનારા નવા પ્રોજેક્ટ વિશે લખ્યું અને સરકારની અતૂટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ‘દિલ્હીએ પોતાને શિક્ષણના કેન્દ્ર તરીકે સ્થાપિત કરી છે, જ્યાં સમગ્ર ભારતમાંથી વિદ્યાર્થીઓ આવે છે. આજના કાર્યક્રમ દરમિયાન રૂ. 600 કરોડથી વધુના ખર્ચના ત્રણ પરિવર્તનલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે. આ પહેલોનો ઉદ્દેશ્ય શૈક્ષણિક માળખાને મજબૂત કરવાનો અને વિદ્યાર્થીઓ માટે વિશ્વ કક્ષાનું શિક્ષણ વાતાવરણ પૂરું પાડવાનો છે. આ પ્રયાસો ભવિષ્યની પેઢીઓને જ્ઞાન, નવીનતા અને તકોથી સશક્ત બનાવીને વિકાસ અને શીખવાની પ્રેરણા આપે તેવા વાતાવરણમાં ઉછેરવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.