• રાષ્ટ્રપતિ મુર્મુ સાઈના નેહવાલ સાથે રમ્યા બેડમિન્ટન
  • રાષ્ટ્રપતિનો અલગ અંદાજ દેશવાસીઓને આવ્યો પસંદ
  • રાષ્ટ્રપતિ મુર્મુએ ટ્વિટર પોસ્ટ કર્યા ફોટોઝ

રાષ્ટ્રપતિ સચિવાલયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને સાઈના નેહવાલ બેડમિન્ટન રમતી વખતે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને સાઈના નેહવાલનો બેડમિન્ટન રમતા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો તેને દિવસનો વીડિયો અને ફોટો ઓફ ધ ડે તરીકે ઓળખાવી રહ્યા છે. તો જુઓ બંનેનો વીડિયો અને ખાસ ફોટોઝ.

[[$googlead]]

વીડિયો અને ફોટો ઓફ ધ ડેના રૂપમાં થઈ ટ્વિટ વાયરલ

[[$alsoread]]

સોશિયલ મીડિયા ટ્વિટર પર રાષ્ટ્રપતિ મુર્મુ અને નેહવાલના ફોટો શેર કરતા લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો રમત પ્રત્યેનો સ્વાભાવિક પ્રેમ ત્યારે જોવા મળ્યો જ્યારે તેઓએ રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં ચર્ચિત ખેલાડી સાઈના નેહવાલની સાથે બેડમિન્ટન રમ્યું. સાઈના નેહવાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે બેડમિન્ટન રમતા ફોટો સોશિયલ મીડિયા પર શેક કર્યા અને લખ્યું કે આ મારા જીવનનો યાદગાર દિવસ બનશે. મારી સાથે બેડમિન્ટન રમવા માટે તમારો આભાર.

 

ઉલ્લેખનીય છે કે ઓલિમ્પિક પદક વિજેતા ભારતીય સ્ટાર સાઈના નેહવાલને પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત કરાઈ રહ્યા છે.  

  • Follow us on: