બેંકોએ હદ કરતા વધુ વ્યાજ વસુલ્યુ હોવાનું વિજય માલ્યાએ પોતાની અરજીમાં જણાવ્યુ છે. વિજય માલ્યાએ પોતાના વકીલના માધ્યમથી કર્ણાટક હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેઓએ જણાવ્યુ છે કે બેંકે વસુલ કરેલી રાશિ તેની વ્યાજની તુલનામાં વધુ છે. આ સિદ્ધાંતોની વિરુદ્ધ છે. વિજય માલ્યાએ જણાવ્યુ હતુ કે, કિંગફિશર એરલાઇન્સ પર 6200 કરોડનું વ્યાજ હતુ. પરંતુ બેંક તરફથી અલગ જ કાર્યવાહી કરવામાં આવી છે.
વિજય માલ્યાની હાઇકોર્ટ પાસે અપીલ
ભાગેડુ વિજય માલ્યાએ જણાવ્યુ છે કે, કિંગફિશર એયરલાઇન્સ પર 6200 કરોડનું વ્યાજ હતુ. પરંતુ બેંક તરફથી અલગ જ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલો ત્યારે ઉઠાવવામાં આવ્યો છે જ્યારે વિજય માલ્યાની સંપત્તિ મામલે ભારતીય બેંક અને પ્રવર્તન નિર્દેશાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો આ તરફ, વિજય માલ્યાના વકીલે વધુમાં જણાવ્યુ હતુ કે, બેંકે રાશિ કરતા વધુ વ્યાજ વસુલ્યુ છે. જે કાયદાની વિરુદ્ધમાં છે. કિંગફિશર એરલાઇન્સ પર આર્થિક સંકટ આવ્યુ છે. પરંતુ તેના માટે તેને સંપૂર્ણ રીતે જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. વિજય માલ્યા વિરુદ્ધ ભારતીય સ્ટેટ બેંકનું નેતૃત્વમાં બેંકોનું એક કંસોર્ટિયમ પહેલા જ લંડન હાઇકોર્ટમાં વિજય માલ્યાને નાદાર જાહેર કર્યુ હતુ. આ ચુકાદા બાદ બેંકોને વિજય માલ્યાની સંપત્તિ ટાંચમાં લેવાની મંજૂરી મળી હતી. બેંકોએ હમણા સુધી માલ્યાની સંપત્તિમાંથી 7 કરોડથી વધુની વસુલી કરી છે. જેમાં માલ્યાના શેરની કિંમત પણ સામેલ છે. વિજય માલ્યા સામે મોટા ભાગે કાયદાકીય ગુના નોંધવામાં આવ્યા છે. અને તેની કાર્યવાહી શરુ છે. જેમાં 3 કેસ ભારતમાં ચાલી રહ્યા છે. જેમાંથી એક કોમ્પ્રોમાઇઝ સેટેલમેંટ ઓફરનો છે. જે સુપ્રીમ કોર્ટમાં દાખલ છે. તો આ સિવાય આર્થિક ગુનાઓની પણ કાર્યવાહી યથાવત છે.
લોકસભામાં નાણામંત્રીએ શું કહ્યું?
નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં લોકસભામાં ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના કેસ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા, બેંકોએ વિજય માલ્યાની મિલકતોના વેચાણમાંથી 14 કરોડથી વધુ રૂપિયા વસૂલ કર્યા છે. આ રકમ કિંગફિશર એરલાઇન્સ સંબંધિત લોન કેસમાં વસૂલ કરવામાં આવી છે. જેનું મૂલ્ય વ્યાજ સહિત 6,203 કરોડ રૂપિયા હતું.