- રાજ્યસભામાં વિનેશ ફોગાટને લઇને હોબાળો
- વિપક્ષે કર્યુ વોક આઉટ
- સ્વાસ્થ્યમંત્રી જે.પી નડ્ડાએ આપ્યુ નિવેદન
હાલ સૌથી કોઇ ચર્ચિત મુદ્દો હોય તો કુસ્તીબાજ વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાંથી બહાર થયાનો. 50 કિલોની કેટેગરીમાં ફાઇનલમાં મેચ રમવાની હતી પરંતુ 100 ગ્રામ વજન વધારે હોવાનો કારણે તેને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી. જે બાદ રાજકીય દિગ્ગજો સહિત રમતગમત પ્રેમીઓમાં નિરાશાની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે પણ વિપક્ષ રાજકારણ કરી રહ્યુ છે. સંસદના ચોમાસુ સત્રમાં આજે રાજ્યસભામાં વિનેશ ફોગાટને લઇને હોબાળો કરવામાં આવ્યો હતો. વિપક્ષે વોક આઉટ કર્યુ હતું.
વિપક્ષે વોકઆઉટ કરતા નડ્ડાએ આપ્યો જવાબ
વિનેશ ફોગાટના ઓલિમ્પિકમાંથી બહાર થવા પર સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ ગૃહમાં નિવેદન આપ્યું હતું, વિપક્ષના વિરોધને જોતા તેમણે જવાબ આપ્યો કે આખો દેશ વિનેશ ફોગાટની સાથે ઉભો છે. પીએમ મોદીએ તેમને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન કહ્યુ અને પીએમ મોદીનો અવાજ 140 કરોડ લોકોનો અવાજ છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વહેચી રહ્યા છીએ. દુર્ભાગ્ય પૂર્ણ વિપક્ષ પાસે કોઇ ચોક્કસ મુદ્દો નથી કે જેની પર ચર્ચા કરી શકે . હું એમ પણ જણાવવા માગુ છું કે ભારત સરકાર, રમત ગમત મંત્રાલય અને આઇઓસીએ સમાધાન કરવા માટેના સંભવિત તમામ પ્રયાસો કર્યા છે.
આખો દેશ દુઃખી છે- જગદીપ ધનખડ
મહત્વનું છે કે વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવાના મુદ્દે વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે વિપક્ષ માને છે કે તેઓ જ એવા છે જેમનું દિલ ફાટી રહ્યું છે. પરંતુ એવુ નથી. આખો દેશ દુઃખી છે. દરેક વ્યક્તિ આ પરિસ્થિતિ વિશે વાત કરે છે પરંતુ તેનો ફાયદો ઉઠાવીને તેનું રાજનીતિકરણ કરવું એ વિનેશનું સૌથી મોટું અપમાન છે. એ વિનેશે હજી ઘણી લાંબી મજલ કાપવાની છે.









