પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ 2025ની વાયરલ ગર્લ મોનાલિસાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. મોનાલિસા તેની સુંદર આંખોને કારણે લોકપ્રિય બની છે. મહાકુંભમાં કરોડોની ભીડ વચ્ચે માળા વેચતી આ છોકરી તેની સુંદર આંખોને લઇને સોશિયલ મીડિયામાં છવાઇ છે. લોકો તેના વીડિયો અને ફોટો લઇને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. ત્યારે એવા પણ અહેવાલ મળ્યા છે કે આ વાયરલ ગર્લને બોલિવૂડમાં ફિલ્મ કરવાની ઓફર આવી છે.

બોલિવૂડ ફિલ્મમાં ચમકશે મોનાલિસા ? 

સુંદર આંખોવાળી મોનાલિસાએ તેની સુંદરતા અને સ્માઇલને કારણે ફેમસ બની છે. સૌ કોઇ તેની સાથે ફોટો ક્લિક કરાવવા માગે છે. ત્યારે બોલિવૂડના એક ફિલ્મ કારની નજર પર આ વાયરલ ગર્લ પર પડી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ફિલ્મ મેકર સનોજ મિશ્રા મોનાલિસાને પોતાની ફિલ્મમાં લેવા માગે છે. સનોજ મિશ્રાનું કહેવુ છે કે મોનાલિસાનો લુક અને તેનો માસૂમ અંદાજ ઘણો પસંદ આવ્યો છે. તેઓ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ડાયરી ઑફ મણિપુરમાં એક રોલ આપવા માગે છે. તેમ એક ખાનગી મીડિયા રિપોર્ટ દ્વારા માહિતી મળી છે.

મોનાલિસાને શીખવાડશે એક્ટિંગ ?
અહેવાલ મુજબ, ફિલ્મ નિર્માતા સનોજ મિશ્રા તેમના નવા પ્રોજેક્ટ માટે મોનાલિસાને પસંદ કરી શકે છે. આ વાયરલ ગર્લને ને ડાયરી ઓફ મણિપુરમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવી શકે છે. મોનાલિસાને અભિનય તો આવડતો નથી પણ છતાં તેઓ મોનાલિસાને અભિનેત્રી બનવા માટે સંપૂર્ણ તાલીમ આપશે. તેમ મીડિયા રિપોર્ટ દ્વારા જાણકારી મળી છે.
એક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ ફિલ્મ નિર્માતા સનોજે કહ્યું કે તેઓ પોતાની ફિલ્મમાં મોનાલિસાને ખેડૂતની દીકરીનો રોલ આપવા માંગે છે. તે ટૂંક સમયમાં પ્રયાગરાજ જશે અને મોનાલિસાને મળશે. .

કોણ છે સનોજ મિશ્રા ?
તેણે એમ પણ કહ્યું કે સૌ પ્રથમ તે મોનાલિસાને ડ્રામા સ્કૂલમાં પ્રવેશ અપાવશે. તેને અભિનયની યુક્તિઓ શીખવવામાં આવશે અને આ માટે તેણે પોતે સખત મહેનત કરવી પડશે. તમને જણાવી દઈએ કે, સનોજ મિશ્રા આ દિવસોમાં ફિલ્મ 'ડાયરી ઓફ મણિપુર'ની તૈયારીમાં વ્યસ્ત છે. તેમની ફિલ્મ મણિપુરના સળગતા મુદ્દા પર આધારિત છે. આ ફિલ્મ દ્વારા બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવના મોટા ભાઈ અમિત રાવ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. સનોજ મિશ્રા એક એવા દિગ્દર્શક છે જે સમાજના સળગતા મુદ્દાઓ પર ફિલ્મો બનાવે છે.

મોનાલિસા ભીડથી પરેશાન 
મોનાલિસા સોશિયલ મીડિયા પર એટલી પ્રખ્યાત થઈ ગઈ છે કે ભારત અને વિદેશના લોકો તેને મળવા માટે મહાકુંભમાં તેને ઘેરી વળે છે.  આ કારણે તે એટલી પરેશાન થઇ ગઇ છે કે તે પોતાના મોઢુ ઢાંકીને ફરે છે. તો ગઇકાલે એવા પણ અહેવાલ સામે આવ્યા હતા કે મોનાલીસાના પિતાએ તેને ઘરે મોકલી દીધી છે.  જો કે હાલમાં તો એવી માહિતી મળી રહી છે કે લોકો તેને ઘેરી વળે છે. ફોટા અને વીડિયો લે છે તેનાથી તે એટલી કંટાળી ગઇ છે કે તે પોતાનું માળા વેચવાનું કામ કરી શકતી નથી. 


(disclaimer: અહીં આપેલા માહિતી એક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ પ્રકાશિત કરવામાં આવી છે. સંદેશ ન્યૂઝ આ માહિતીની પુષ્ટિ કરતું નથી. )
  • Follow us on: