પ્રયાગરાજ મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાએ મહાકુંભ છોડી દીધો છે. તે હાલ એમપીમાં પોતાના ઘર માહેશ્વર પહોંચી ગઇ છે. મોનાલિસા મહાકુંભમાં માળા ન વેચી શકી. તેની તબિયત ખરાબ હોવાથી તેણીએ પોતાના ઘરે પરત ફરવુ પડ્યું. પરંતુ હાલમાં પણ લોકો તેના ઘરે તેને મળવા આવી રહ્યા છે. ત્યારે મોનાલિસાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જેમાં તે હાલ કેવી સ્થિતિમાં છે તે વિશે જણાવી રહી છે.

મોનાલિસાએ શેર કર્યો વીડિયો
મોનાલિસાએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહી છે કે હું મારા ઘરે પરત ફરી ગઇ છું. મહાકુંભના મેળામાં માળા વેચવાનો ધંધો ન થવાને લીધે અમારે પૈસા ઉધાર લેવા પડ્યા છે. તે મહાકુંભમાંથી કેમ પાછી આવી ગઇ તેના વિશે પણ તેણે જણાવ્યું કે મહાકુંભમાં યુટ્યુબર્સ અને મીડિયાને કારણે હું પરેશાન થઇ ગઇ હતી. માળા વેચવાનો ધંધો પણ થઇ શકતો ન હતું. પ્રયાગરાજમાં મીડિયા અને અન્ય લોકો તેને પરેશાન કરતા હતા, પરંતુ તેને સારું પણ લાગ્યું. સાથે જ કહ્યું કે મારી તબિયત ખરાબ થઇ જવાને કારણે અમે ઘરે પરત ફર્યા.

  

સુંદર આંખોએ ખેંચ્યુ ધ્યાન
મહત્વનું છે કે મહેશ્વર જિલ્લાના જેલ રોડ પાસે રહેતી મોનાલિસા ભોંસલે તેના ઘરે થોડી અસ્વસ્થ જોવા મળી હતી. 23 જાન્યુઆરીએ મહેશ્વર પહોંચેલી મોનાલિસાએ લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું. સોશિયલ મીડિયામાં તે તેની આંખોને કારણે વાયરલ થઇ હતી. તેની સુંદર આંખોને કારણે લોકો તેની પ્રશંસા કરતા થાકતા ન હતા.

મોનાલિસાએ શેર કર્યો હતો વીડિયો
મહાકુંભમાં વધતી જતી ભીડ જોઈને મોનાલિસા પોતાના ઘરે જતી રહી છે.. તેણે ટ્વિટર પર ટ્રેનમાંથી એક ભાવનાત્મક વીડિયો પોસ્ટ કર્યો હતો.  વીડિયોમાં મોનાલિસા કહી રહી છે કે મારે મારા પરિવાર અને મારી સુરક્ષા માટે ઇન્દોર પાછા જવું પડશે. જો શક્ય હોય તો, હું આગામી મહાકુંભ માટે પાછી આવીશ. મને આ રીતે પ્રેમ કરતા રહો. બધાના સમર્થન અને પ્રેમ બદલ હૃદયપૂર્વક આભાર. વિડિઓને લાઈક અને શેર કરતા રહો.


ઇન્દોરની છે મોનાલિસા
મધ્યપ્રદેશના મહેશ્વરની રહેવાસી મોનાલિસા ભોંસલે પ્રયાગરાજ મહાકુંભમાં માળા વેચવા આવી હતી. અહીં કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. તેમનો તે વીડિયો સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થયો કે તે ગુગલ પર ટ્રેન્ડ થવા લાગ્યો. તેમના વીડિયો અને ફોટા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર લાખો વખત જોવામાં આવ્યા છે. એટલું જ નહીં, લોકો ગુગલ પર મોનાલિસાની જાતિ, તે ક્યાં રહે છે, તેની ઉંમર વગેરે વિશે પણ સર્ચ કરી રહ્યા છે.

  • Follow us on: