મહાકુંભની વાયરલ ગર્લ એટલે કે મોનાલિસા હવે બોલિવૂડ સુધી પહોંચી ગઇ છે. તેણે ડાયરેક્ટર સનોજ મિશ્રાની ફિલ્મ ધ મણિપુર ડાયરીઝના શૂટિંગ માટે માહેશ્વરથી મુંબઇ જવા રવાના થઇ છે. ડાયરેક્ટર સનોજ મિશ્રાના સહાયક મહેન્દ્ર લોધી તેને લેવા માટે તેના ઘરે પહોંચ્યા હતા. મહત્વનું છે કે મોનાલિસા મહાકુંભના મેળામાં રુદ્રાક્ષની માળા વેચનારી છોકરી છે..જેની નીલી આંખોને કારણે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. મોનાલિસાએ જોવા માટે . તેનો વીડિયો લેવા તથા એક ફોટો લેવા માટે લોકો પડાપડી કરતા હતા.
મોનાલિસા પહોંચી મુંબઇ
મળતી માહિતી મુજબ આસિસ્ટન્ટ ડિરેક્ટર લોધીએ મોનાલિસાના પરિવાર સાથે ચર્ચા કરી હતી, તેઓ મોનાલિસા અને તેના પરિવારની સુરક્ષિત ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે સહાયક નિયામક મહેન્દ્ર લોધીએ વિસ્તાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જગદીશ ગોયલને પણ મળ્યા હતા. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ગોયલ અને અન્ય પોલીસ સ્ટાફે મોનાલિસા સાથે ફોટા પડાવ્યા અને તેણીને અભિનંદન પણ આપ્યા હતા.
મોનાલિસા કયુ કેરેક્ટર પ્લે કરશે?
મહત્વનું છે કે મહાકુંભમાં રુદ્રાક્ષ વેચનારી વાયરલ ગર્લ મોનાલિસા તેની બહેન અને પિતા સાથે મુંબઇ આવી છે. તે આ ફિલ્મમાં આર્મી ઑફિસરની પુત્રીના રોલમાં નજર આવશે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં ચાલી રહી છે. મોનાલિસા ફિલ્મમાં એક્ટિંગ કરતા પહેલા એક્ટિંગ શીખશે. આ ફિલ્મમાં દિપક તિજોરી, અમિત રાવ, અનુપમ ખેર, મુકેશ તિવારીનો પણ સમાવેશ થાય છે. જેમાં અભિનેતા અનુપમ ખેર આર્મી ઓફિસરનું કેરેક્ટર પ્લે કરશે અને મોનાલિસા તેની દીકરીનો રોલ પ્લે કરશે.