રીલના ચક્કરમાં ઘણા લોકો જીવ ગુમાવી ચુક્યા છે. સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ થવા અને લાઈક્સ વધારવા લોકો પોતાના જીવનની લગતી દરેક ગતિવિધિઓને પણ સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક શખ્સ અર્થી પાસે બેસી ફિલ્મી ગીત પર રીલ્સ બનાવી રહ્યો છે. આ વીડિયો જોઈ લોકો રોષે ભરાયા છે.

 

આ વાયરલ વીડિયોમાં જોવા મળતા એક મૃત વ્યકિતની આસપાસ ઘણા લોકો બેસી રડી રહીને શોક પ્રગટ કરી રહ્યા છે ત્યારે એક શખ્સ ત્યાં પહોંચ્યો અને પોતાનો ફોન કોઈના હાથમાં આપી દીધો અને વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું. આટલું ઓછું હોય તેમ શખ્સ રોવાનો અભિનય કરવા લાગ્યો અને હિંદી ફિલ્મનું ગીત ‘તુ કલ ચલા જાયેગા તો મૈં કયા કરુંગા’ પર રીલ બનાવી હતી. 

એક બીજા યુઝરે લખ્યું કે, સર આ બસ એક રીલ નથી, આ એક માનસિક બીમારી છે જે ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. આમાં દુખ ખૂબ ઓછું અને દેખાડો વધુ છે. એક જણે લખ્યું કે, પોતાના જ દેશના ઘણા લોકો છે. કેટલાક તો એક્ટિંગની અસર હેઠળ રહેતા હોય છે. આપણે ત્યાં એકટરની અછત છે. એક જણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, કોઈ મર્યું નથી પરંતુ રીલ માટે આ બધું થઈ રહ્યું છે. 

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, સંવેદનશીલતા ઝડપથી પતન તરફ ધકેલાઈ રહી છે. બીજા યુઝરે લખ્યું કે, આપણે કેવા સમાજમાં જીવી રહ્યા છીએ. માનવની સંવેદના પણ મરી ચુકી છે. કોઈનો જીવ ગયો આનો શોક પણ વ્યકિતગત હોય છે. તો વળી બીજા યુઝરે લખ્યું કે મગજથી આ રીલમાં દેખાતો શખ્સ વિકલાંગ લાગે છે. સંવેદનહીનતાની પરાકાષ્ઠા છે.

આ વાયરલ રીલમાં શખ્સ મૃતદેહ પાસે બેસી મૃતકના પગ પકડી રહ્યો છે તો વળી ચહેરો જુએ છે. વચ્ચે વચ્ચે તે ગીત પર એક્ટિંગ પણ કરતો રહેતો હોય છે. મૃતદેહ પાસે બેસી રીલ બનાવતા શખ્સનો આ વીડિયો જોઈ લોકો ખૂબ રોષે ભરાયા છે. લોકોએ સોશિયલ મીડિયા પર આ શખ્સ પર ભારે પસ્તાળ પાડી હતી. 
  • Follow us on: