સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરુષ હોસ્પિટલમાં તેની પત્નીને પ્રસૂતિની પીડા શરૂ થાય તે પહેલાં જ રડી રહ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના લોકપ્રિય ગાયનેકોલોજિસ્ટ ડો. ઉમ્મુલ ખૈર ફાતિમા દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ છે. વિડિયો ક્લિપમાં જ્યારે પત્ની તેના બાળકના જન્મ માટે લેબર રૂમમાં જઈ રહી હતી ત્યારે આ દંપતીને કેદ કરવામાં આવ્યું હતું.


વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ મેડિકલ સ્ટાફ સામે રડવા લાગે છે અને કહે છે કે તેની પત્નીને તેમના બાળકને આ દુનિયામાં લાવવા માટે કેટલી પીડા સહન કરવી પડશે. વીડિયોમાં તમે જોશો કે જ્યારે ડોક્ટર પુરુષને પૂછે છે કે તે તેની પત્નીને કેટલો પ્રેમ કરે છે. ત્યારે તે રડી પડે છે અને કહે છે કે, હું તેને ખૂબ પ્રેમ કરું છું.

દરેક પતિ પત્નીનું દુ:ખ સમજે

'ડિલિવરી સમયે સાત સ્તરો કાપવામાં આવે છે હું ઈચ્છું છું કે દરેક પતિ પોતાની પત્નીનું આ દુ:ખ સમજે.' ડોક્ટર ફાતિમાએ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું હતું કે, 'દરેક વ્યક્તિને પ્રેમાળ પતિ મળવો જોઈએ.' આ વીડિયોને 4 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે જ્યારે હજારો કોમેન્ટ્સ આવી છે.

પત્નીને પ્રસૂતિનો દુખાવો થયો ત્યારે પતિ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો

આ વિડીયો ખરેખર હૃદયદ્રાવક છે. વાયરલ ક્લિપમાં પુરુષો પર પ્રસૂતિ વેદનાની ભાવનાત્મક અસર દર્શાવવામાં આવી છે જે ભાગ્યે જ જોવા મળે છે. એક યુઝરે લખ્યું હતું કે, આવા માણસો જીવનમાં દરેક ખુશીના હકદાર છે. બીજા એક યુઝરે કહ્યું કે, કાશ દરેક પતિ આટલો પ્રેમાળ હોત. બીજા એક યુઝરે ટિપ્પણી કરી હતી કે, એ સ્ત્રીઓ ભાગ્યશાળી હોય છે જેમને આવા પતિ મળે છે. બીજા એક યુઝરે કહ્યું કે, મારા પતિ પણ ત્યારે ખૂબ રડ્યા હતા.

  • Follow us on: