આ તો નંબર વન મિત્રતા છે! રશિયા અને ભારત વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બનવા જઈ રહી છે. પુતિન ખૂબ જ ટૂંક સમયમાં ભારત આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારત મુલાકાતના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવે આ મામલે માહિતી આપી છે. આ બન્ને રાજનેતાઓની મુલાકાત મામલે ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે.
પીએમ મોદીનું આમંત્રણ પુતિને સ્વીકાર્યું
ભારત અને રશિયા વચ્ચેની મિત્રતાથી દુનિયા વાકેફ છે. ભારત અને રશિયા દરેક પગલે એકબીજાને ટેકો આપે છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારત પ્રવાસના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. તેની તારીખ હજુ નક્કી થઈ નથી. પુતિનના ભારત પ્રવાસના કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ માહિતી ગુરુવારે રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે આપી હતી. રશિયન વિદેશ મંત્રી લવરોવે રશિયન ઇન્ટરનેશનલ અફેર્સ કાઉન્સિલ દ્વારા આયોજિત 'રશિયા અને ભારત: નવા દ્વિપક્ષીય એજન્ડા તરફ' શીર્ષક ધરાવતા પરિષદને સંબોધિત કર્યું. આ જ વીડિયો સંબોધનમાં, વિદેશ મંત્રી લવરોવે પુષ્ટિ કરી કે પુતિન ભારત આવી રહ્યા છે. તેમણે કહ્યું કે પુતિનની ભારત મુલાકાત માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
વિદેશ મંત્રીએ શું કહ્યું?
રશિયન સમાચાર એજન્સી TASS એ વિદેશ મંત્રીને ટાંકીને જણાવ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતીય વડા પ્રધાનના મુલાકાતના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત માટે તૈયારીઓ ચાલી રહી છે. પુતિનની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કરાર કરવાના પ્રયાસમાં વ્યસ્ત છે. વ્લાદિમીર પુતિન અને નરેન્દ્ર મોદી વચ્ચે છેલ્લી મુલાકાત 22 ઓક્ટોબર 2024ના રોજ રશિયાના કાઝાનમાં થઈ હતી. આ બેઠક ૧૬મા બ્રિક્સ સમિટ દરમિયાન થઈ હતી. આ દ્વિપક્ષીય બેઠકમાં, બંને નેતાઓએ ભારત-રશિયા સંબંધોની સમીક્ષા કરી અને વેપાર, સંરક્ષણ, ઊર્જા અને લોકો વચ્ચેના સંપર્ક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી. પીએમ મોદીએ રશિયા-યુક્રેન સંઘર્ષને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને સહયોગની ઓફર કરી. તે જ સમયે, પીએમ મોદીએ પુતિનને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.