હાલમાં ચૂંટણી પંચે વોટીંગ કાર્ડ આધાર કાર્ડ સાથે લીંક કરવાનો નવો નિયમ જાહેર કર્યો છે. આ જાહેરાત પછી ઘણા લોકોને એવો પ્રશ્ન છે કે જો તમારું વોટીંગ કાર્ડ આધાર સાથે લીંક ન હોય તો શું તેઓ વોટીંગ કરી શકશે કે નહીં? તો જાણો...


ભારત દેશમાં વોટીંગ કરવા માટે આઈ ડી કાર્ડ એક મહત્વનો દસ્તાવેજ છે. ચૂંટણી પંચે હવે વોટીંગ આઈ ડી ને આધાર કાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેનો મુખ્ય ઉદ્શ્ય દેશનાં રહેલા ડુપ્લિકેટ વોટર આઈ ડીને દુર કરવાનો છે. ઘણા લકો પાસે એક કરતા વધારે વોટીંગ આઈ ડી હોવાને કારણે ચૂંટણીમાં ગેરનીતીઓ થવાની શક્યતા રહે છે. આધાર સાથે જો તેને લીંક કરવામાં આવે તો આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે.

વોટીંગ કાર્ડ આધાર સાથે લીંક ન હોય તો વોટીંગ કરી શકાશે?

જો કોઈ વ્યક્તિનું વોટીંગ કાર્ડ આધાર સાથે લિંક નહીં હોય તો શું તે વોટીંગ કરી શકશે નહીં? તો આનો જવાબ છે - હા, તમે વોટીંગ કરી શકશો. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે વોટીંગ આઈડીને આધાર સાથે લિંક કરવું ફરજિયાત નથી. જો કોઈ કારણસર તમારું વોટીંગ કાર્ડ આધાર સાથે લિંક ન થયું હોય તો પણ તમે મતદાન કરવા માટે હકદાર છો, પરંતુ તમારું નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે.

જો કોઈ વ્યક્તિનું વોટીંગ આઈડી કાર્ડ રદ થઈ જાય છે, તો તેનું નામ મતદાર યાદીમાંથી પણ નીકળી જાય છે. પરંતુ જો તમારી પાસે વોટીંગ કાર્ડ નથી, પરંતુ તમારું નામ મતદાર યાદીમાં છે, તો તમે મતદાન કરી શકો છો. આ માટે મતદાન મથક પર માન્ય ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. ચૂંટણી પંચ દ્વારા માન્ય કરાયેલા અન્ય ઓળખપત્રોનો ઉપયોગ કરીને પણ તમે તમારો મત આપી શકો છો.

વોટીંગ આઈડીને આધાર સાથે લિંક શા માટે કરવામાં આવે છે?

વોટીંગ આઈ ડીને આધાર સાથે લિંક કરવાનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને ન્યાયી બનાવવાનો છે. ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો છે જેમની પાસે એક કરતાં વધુ મતદાર આઈડી કાર્ડ છે. જેના કારણે નકલી મતદાનની સમસ્યા સર્જાય છે. વોટીંગ આઈડીને આધાર સાથે લિંક કર્યા બાદ આવા નકલી આઈડીને દૂર કરી શકાશે અને દરેક વ્યક્તિ પાસે માત્ર એક જ માન્ય વોટીંગ આઈડી રહેશે.

  • Follow us on: