• લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું

  • અખિલેશ યાદવે બિલને લઇને કર્યો વિરોધ
  • એવુ બોલ્યા કે અમિત શાહ થયા ગુસ્સે

મોદી સરકારે ગુરૂવારે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કર્યું. વિપક્ષે સર્વાનુમતે આ બિલનો વિરોધ કર્યો અને હોબાળો મચાવ્યો. ગૃહની કાર્યવાહી દરમિયાન સપા પ્રમુખ અખિલેશ યાદવ અને અમિત શાહ વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઈ હતી.

બિલના વિરોધમાં શું બોલ્યા અખિલેશ યાદવ ?

[[$googlead]]

જ્યારે અખિલેશ યાદવ બિલના વિરોધમાં બોલી રહ્યા હતા ત્યારે અમિત શાહ ઉભા થયા અને તેમને અટકાવ્યા અને કહ્યું કે તમે આવી રીતે ગોળ ગોળ વાતો ન કરી શકો. બિલના વિરોધમાં અખિલેશ યાદવે કહ્યું કે આ સુનિયોજિત રાજનીતિના ભાગરૂપે થઈ રહ્યું છે. જો તમે જિલ્લા મેજિસ્ટ્રેટને તમામ સત્તાઓ આપી દેશે તો, તમને ખબર છે એક જગ્યાએ જિલ્લા અધિકારીએ શું કર્યુ, તેની અસર આવનારી પેઢી સુધી ભોગવવી પડશે. ભાજપ પોતાના હતાશ, નિરાશ અને થોડા કટ્ટર સમર્થકોને ખુશ કરવા માટે આ બિલ લાવવાનો પ્રયાસ કરી રહી છે.

[[$alsoread]]

સ્પીકરનું અપમાન કરી રહ્યા છે- અમિત શાહ

અખિલેશ યાદવે લોકસભા અધ્યક્ષને કહ્યું અધ્યક્ષજી મેં સાંભળ્યું છે કે તમારા કેટલાક અધિકારો પણ છીનવાઈ રહ્યા છે, તેથી અમારે બધાએ તમારા માટે પણ લડવું પડશે.". અખિલેશ યાદવનું ભાષણ સાંભળ્યા બાદ અમિત શાહે તેમને અટકાવ્યા અને કહ્યું કે અખિલેશ સ્પીકર સાહેબનું અપમાન કરી રહ્યા છે.

તમે સ્પીકરના અધિકારના રક્ષક નથી- અમિત શાહ

ગૃહના હોબાળા વચ્ચે અમિત શાહે અખિલેશ યાદવને કહ્યું, "સ્પીકરનો અધિકાર માત્ર વિપક્ષનો જ નથી, પરંતુ આપણા બધાનો છે. અખિલેશ આવા અસ્પષ્ટ નિવેદનો આપી ન શકે. તમે સ્પીકરના અધિકારોના રક્ષક નથી.


  • Follow us on: