વકફ બિલ પર જેપીસીની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. જેપીસીમાં સત્તા પક્ષના 22 સંશોધન પસાર કરવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષના તમામ સંશોધનનો અસ્વીકાર કરાયો છે. વિપક્ષે 44 સુધારા રજૂ કર્યા હતા પરંતુ બધા જ નકારી કાઢવામાં આવ્યા હતા. હવે JPCની આગામી બેઠક 29 જાન્યુઆરીએ યોજાશે.
આજે પણ જેપીસીની બેઠકમાં હોબાળો

જો કે આજે મળેલી જેપીસીની બેઠકમાં હોબાળો થયો હતો. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ હોબાળો કર્યો હતો. આજે મળેલી બેઠકને લઇને સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે 44 સુધારાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 6 મહિનાના સમયગાળા દરમિયાન વિગતવાર ચર્ચા કર્યા પછી અમે બધા સભ્યો પાસેથી સુધારા માંગ્યા. આ અમારી છેલ્લી બેઠક હતી તેથી સમિતિ દ્વારા બહુમતીના આધારે 14 સુધારા સ્વીકારવામાં આવ્યા છે. વિપક્ષે પણ સુધારા સૂચવ્યા હતા. અમે તે દરેક સુધારા રજૂ કર્યા અને તેના પર મતદાન થયું. પરંતુ તેમના સમર્થનમાં 10 મત પડ્યા અને વિરુદ્ધ 16 મત પડ્યા. આ પછી વિરોધ પક્ષો દ્વારા સુધારાને નકારી કઢાયા હતા.

વક્ફ સુધારા બિલ પર સંસદીય સમિતિના સભ્યોએ ડ્રાફ્ટ બિલમાં સુધારા સૂચવ્યા હતા. ભાજપ અને વિપક્ષના સભ્યોએ બિલમાં સુધારા રજૂ કર્યા છે. જોકે સુધારા રજૂ કરનારા સભ્યોની યાદીમાં ભાજપના કોઈપણ સાથી પક્ષનું નામ સામેલ નથી

વકફ સુધારા બિલ 2024 8 ઓગસ્ટના રોજ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું હતું. આ બિલનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના નિયમન અને વ્યવસ્થાપનમાં સમસ્યાઓ અને પડકારોને સંબોધવા માટે વકફ અધિનિયમ, 1995માં સુધારો કરવાનો છે.

બજેટ સત્રમાં રજૂ કરી શકે અહેવાલ
એવું માનવામાં આવે છે કે સમિતિ આગામી બજેટ સત્રમાં તેનો 500 પાનાનો અહેવાલ રજૂ કરી શકે છે. વક્ફ સમિતિએ દિલ્હીમાં 34 બેઠકો યોજી છે અને ઘણા રાજ્યોની મુલાકાત લીધી છે જ્યાં 24 થી વધુ હિસ્સેદારોને બોલાવવામાં આવ્યા હતા. સમિતિના 21 લોકસભા અને 10 રાજ્યસભા સભ્યોમાંથી 13 વિપક્ષી પક્ષોના છે. નીચલા ગૃહમાં નવ અને ઉપલા ગૃહમાં ચાર સભ્યો છે.
  • Follow us on: