વકફ સુધારા બિલ પર વિચારણા કરી રહેલી સંસદની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની છઠ્ઠી બેઠક આજે યોજાઇ છે. જેમાં મુસ્લિમ સમુદાયના ઘણા મહત્વપૂર્ણ સંગઠનોએ ભાગ લીધો થછે. જેપીસીની બેઠકમાં અજમેરની અખિલ ભારતીય સજ્જાદંશિન કાઉન્સિલના ચીફ ચિશ્તીઓને બોલાવવામાં આવ્યા છે. ચિશ્તીઓ ઉપરાંત RSS સમર્થિત સંગઠન મુસ્લિમ રાષ્ટ્રીય મંચના અગ્રણી લોકોને પણ તેમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે.

આજે જેપીસીની છઠ્ઠી બેઠક મળી
જેપીસીની બેઠક ભાજપના નેતા જગદંબિકા પાલની અધ્યક્ષતામાં શરૂ થઈ છે. આ બેઠક ગઈકાલે પણ થઈ હતી. આ બેઠકમાં મુસ્લિમ સમાજના અનેક મહત્વના સંગઠનો ભાગ લઈ રહ્યા છે. જેપીસીની બેઠકમાં અજમેરની અખિલ ભારતીય સજ્જાદંશિન કાઉન્સિલના ચીફ ચિશ્તીઓને બોલાવવામાં આવ્યા છે. ચિશ્તીઓ ઉપરાંત RSS સમર્થિત સંગઠન મુસ્લિમ રાષ્ટ્રીય મંચના અગ્રણી લોકોને પણ તેમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે. આ બિલને લઇને જનતા પાસેથી પણ પ્રતિભાવ માગવામાં આવ્યા છે. ત્યારે 18 સપ્ટેમ્બર સુધીમાં કેટલા પ્રતિભાવ મળ્યા તે વિશે જાણીએ.

લાખોની સંખ્યામાં મળ્યા ઇમેઇલ
વકફ સુધારા બિલ 2024 પર વિગતવાર ચર્ચા કરવા માટે રચાયેલી JPCને 18 સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાંથી ઈ-મેલ દ્વારા 91 લાખ 78 હજારથી વધુ સૂચનો મળ્યા છે. આટલા મોટા પાયા પર આવી રહેલા સૂચનોની સંખ્યાને જોતા એક તરફ ઈ-મેઈલ ઈનબોક્સની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે અને મોનિટરિંગ ટીમ પણ ઈન્કમિંગ મેઈલના રેકોર્ડને સાચવીને ઈન્બોક્સને સતત ખાલી કરી રહી છે. જો કે તે એટલી જ સ્પીડમાં ઇન બોક્સ ફુલ થઇ રહ્યું છે. મળતી માહિતી મુજબ હાલમાં 15 કર્મચારીઓને ઈ-મેઈલ પર નજર રાખવા માટે તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ આટલા મોટા પાયા પર આવી રહેલા સૂચનોની સંખ્યાને ધ્યાનમાં લઈને જેપીસીએ લોકસભાના સ્પીકર પાસે વધુ સ્ટાફની માંગણી કરી છે, જેથી ઈ-મેઈલનો અભ્યાસ કરી શકાય. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેપીસીને ઈ-મેલ દ્વારા મળેલા સૂચનોમાંથી 12801 ઈ-મેઈલ એટેચમેન્ટ સાથે આવ્યા હતા અને 75,650 ઈ-મેઈલ સ્પામ ફોલ્ડરમાં આવ્યા હતા.

પસમંદા મુસ્લિમ પ્રતિનિધિઓનો ટેકો
જેપીસીની પાંચમી બેઠક ગુરુવારે યોજાઇ હતી. જેમાં મુસ્લિમ સમુદાય વતી બિલ પર પોતાનું વલણ રજૂ કરવા આવેલા પસમંદા મુસ્લિમના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રતિનિધિઓએ જેપીસીની પાંચમી બેઠકમાં વકફ સુધારા બિલ 2024ને જોરદાર સમર્થન આપ્યું હતું. આ બિલને 85 ટકા મુસ્લિમો માટે ફાયદાકારક ગણાવતા તેમણે મુસ્લિમ સમુદાયના દલિતો અને આદિવાસીઓને પણ તેમાં સ્થાન આપવાની માંગ કરી હતી.

  • Follow us on: