• મહારાષ્ટ્ર અને ગુજરાત ભારે વરસાદની આગાહી
  • મહારાષ્ટ્રમાં રેસ્ક્યુ ઓપકેશન માટે એરફોર્સ ઉતારાઈ
  • હિમાચલમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાય ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ભારે નુકસાન થયું છે. મેદાનોથી લઈને પહાડી વિસ્તારો સુધી વરસાદનો કહેર જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જાણો વરસાદથી ક્યા રાજ્યો થયા બેહાલ

દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. મેદાનોથી લઈને પહાડી રાજ્યો સુધીના ચોમાસાના વરસાદે તબાહી સર્જી છે. જો કે છેલ્લા કેટલાક રાજ્યોને થોડા દિવસોથી વરસાદથી રાહત મળી છે પરંતુ ભેજવાળા વાતાવરણને કારણે લોકોનું જનજીવન મુશ્કેલ બન્યું છે. તો કેટલાક એવા પણ રાજ્યો છે જ્યાં ભારેથી અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ છે.

આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગે જણાવ્યું કે આગામી બે દિવસ દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના કોંકણ, ઘાટ વિસ્તારોમાં અલગ-અલગ અતિ ભારે વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તરપૂર્વ અને પૂર્વ ભારતના બાકીના ભાગોમાં આગામી 4-5 દિવસ દરમિયાન હળવો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.


IMD દ્વારા જારી કરવામાં આવેલા હવામાન બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે 25 જુલાઈ સુધી ભારતના વિવિધ પ્રદેશોમાં હવામાનની સ્થિતિમાં નોંધપાત્ર વરસાદ અને કેટલાક ભારે વરસાદની અપેક્ષા છે. હવામાનની આગાહી કરતી એજન્સીએ જણાવ્યું હતું કે, "આગામી બે દિવસ દરમિયાન મુંબઈમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે."

જૂનાગઢમાં વાદળ ફાટતા પશુઓ તણાયા

ગુજરાતમાં વરસાદનો કહેર જોવા મળ્યો છે. વાદળ ફાટવાના કારણે જૂનાગઢનો વિસ્તાર પૂરમાં ડૂબી ગયો હતો અને જોરદાર પ્રવાહમાં પશુઓ વહી ગયા હતા. ગુજરાતમાં આસમાની આફતે કહેર વરસાવ્યો છે. સોમનાથના મેઘપુર ગામમાં પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મધ્યપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. છિંદવાડામાં વરસાદને કારણે પાણીનું સ્તર વધ્યું છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે માછાગોરા ડેમનો એક ગેટ ખોલવો પડ્યો.

ઉત્તર પ્રદેશમાં પણ વરસાદથી હાલાકી

મધ્ય પ્રદેશ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ વપસાદી પાણીએ મુશ્કેલીઓ સર્જી છે. બિજનૌરમાં રોડવેઝ બસમાં મુસાફરી કરી રહેલા 40 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. બહરાઈચથી હરિદ્વાર જઈ રહેલી બસ બિજનૌરમાં પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. બસ રસ્તાની વચ્ચે જ એવી રીતે ફસાઈ ગઈ હતી કે મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ તાત્કાલિકમાં ક્રેન બોલાવવામાં આવી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને જેસીબી મશીનની મદદથી એક પછી એક બહાર કાઢવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રમાં લોકોની વહારે આવી એરફોર્સ

પંજાબના ઘણા ભાગોમાં જબરદસ્ત જળબંબાકાર છે. અમૃતસરમાં ભારે વરસાદ બાદ દરબાર સાહિબ તરફ જતો રસ્તો ભરાઈ ગયો હતો. જેના કારણે ભક્તોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હિમાચલ પ્રદેશમાં પણ સ્થિતિ ખરાબ છે. ભારે વરસાદે શિમલા જિલ્લાના રોહરુ વિસ્તારનો નકશો બગાડ્યો છે. મહારાષ્ટ્રમાં એવી સ્થિતિ હતી કે લોકોને બચાવવા માટે એરફોર્સને આવવું પડ્યું.

લૈલા ખાડમાં એટલું ભયંકર પૂર આવ્યું કે બધું બરબાદ થઈ ગયું. ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા હતા. જ્યારે કાટમાળને કારણે અનેક વાહનોને પણ ભારે નુકસાન થયું છે, પરંતુ સંકટ હજુ ટળ્યું નથી, ત્યારે હવામાન વિભાગે હિમાચલમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ચંબા અને કુલ્લુમાં પણ વરસાદે તારાજી સર્જી છે.

  • Follow us on: