• નીરવ મોદીની અરજી બ્રિટન હાઈકોર્ટે ફગાવી
  • નીરવ મોદીનું પ્રત્યાપર્ણ ખોટું નહીં હોય:હાઈકોર્ટ
  • પંજાબ નેશનલ બેન્કના કૌભાંડનો આરોપી છે નીરવ મોદી

ભાગેડુ નીરવ મોદીને હવે ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે. બ્રિટનની હાઈકોર્ટે નીરવ મોદીના પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી દીધી છે, બ્રિટનની હાઈકોર્ટ તરફથી નીરવ મોદીનું પ્રત્યાર્પણ રોકવાની અપીલને ફગાવી દેવામાં આવી છે. કોર્ટનું કહેવું છે કે નીરવ મોદીનું પ્રત્યાર્પણ કોઈપણ પ્રકારે અન્યાયપૂર્ણ અને દમનકારી નહી હોય.


[[$googlead]]

[[$alsoread]]

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત છેલ્લા કેટલાય સમયથી નીરવ મોદીનું પ્રત્યાર્પણ ઈચ્છે છે. પરંતુ, બ્રિટનમાં શરણ લઈને બેઠેલા નીરવ ભારતની કાર્યવાહીથી બચવા માટે સતત જુદા જુદા તર્ક આપી રહ્યો છે. બ્રિટન હાઈકોર્ટમાં નીરવ મોદીના વકીલે જણાવ્યું હતું કે તેઓ ડિપ્રેશનનો શિકાર છે અને ભારતની જેલમાં એવી સ્થિતિ છે કે નીરવ મોદી ત્યાં આપઘાત પણ કરી શકે છે. આ તર્કના આધારે પ્રત્યાર્પણનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ, બ્રિટનની હાઈકોર્ટે સમગ્ર સુનાવણી બાદ નીરવ મોદીની અરજી ફગાવી દીધી હતી.


આ પહેલા પણ જયારે આ મામલે સુનાવણી થઇ હતી ત્યારે જસ્ટિસ રોબર્ટ જેએ આ વાત પર ભાર મુક્યો હતો કે ભારતના બ્રિટન સાથે સારા સંબંધો છે અને તેણે 1992 વાળી India-UK Extradition Treatyનું સન્માન કરવું જરૂરી છે. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ સ્પષ્ટ કર્યું છે કે Westminster કોર્ટે ગત વર્ષે પ્રત્યાર્પણને લઈને જે ચુકાદો સંભળાવ્યો હતો તે એકદમ યોગ્ય હતો. કોર્ટે એમ પણ તર્ક આપ્યો હતો કે આપઘાતના જોખમને પ્રત્યાર્પણ રોકવા માટેનો આધાર ન બનાવી શકાય.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટ જજોએ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા આશ્વાસનોનો પણ ઉલ્લેખ કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે નીરવ મોદીને જેલમાં કોઇપણ પ્રકારની તકલીફનો સામનો નહિ કરવો પડે અને તેનો Psychiatric Diagnosis પણ કરવામાં આવશે. ત્યારે, ભારત સરકાર તરફથી રજુ થયેલ Helen Malcolmને પણ કહ્યું હતું કે આ ઘણો જ સંવેદનશીલ અને હાઈ પ્રોફાઈલ મામલો છે. એવામાં નીરવ મોદીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

હજુ સુધી, નીરવ મોદીની ટીમ દ્વારા હાઈકોર્ટના આ ચુકાદાને લઈને પોતાની કોઈ જ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ જાણવા મળી રહ્યું છે કે હાઈકોર્ટના આ ચુકાદા સામે નીરવ મોદી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. 14 દિવસની અંદરોઅંદર નીરવ મોદીએ ત્યાની સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકારવાનો રહેશે. પરંતુ, સુપ્રીમ કોર્ટમાં પણ ત્યારે જ સુનાવણી થશે જયારે હાઈકોર્ટ તરફથી કહેવામાં આવે કે અરજી જનહિતની અરજી છે.

ઉલ્લેખનીય છે કે હીરાના દિગ્ગજ ઉદ્યોગપતિ નીરવ મોદી પર તેમના મામા મેહુલ ચોકસીની સાથે મળીને પંજાબ નેશનલ બેંક (PNB)માં 13,000 કરોડથી વધુની લોન છેતરપીંડી કરવાનો આરોપ છે. આ સમગ્ર કૌભાંડ નીરવ મોદીની ત્રણ કંપનીઓ, તેના અધિકારીઓ, પંજાબ નેશનલ બેંકના અધિકારીઓની મિલીભગતથી કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડ 13,000 કરોથી વધુની છેતરપીંડીનો કેસ છે. નીરવ મોદીએ PNBની બ્રાડી હાઉસ બ્રાંચના અધિકારીઓ સાથે મળીને 11,000 કરોડથી વધુના નકલી ડિબેન્ચર્સના માધ્યમથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.


  • Follow us on: