કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકા ગાંધીને કેરળની વાયનાડ લોકસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ સાથે કોંગ્રેસ પાર્ટીએ કેરળની ચેલક્કરા વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે રામ્યા હરિદાસ અને પલક્કડ સીટ માટે રાહુલ મામકુટથીને ઉમેદવાર જાહેર કર્યા છે. વાયનાડ સીટ પર પેટાચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન થશે જ્યારે પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે.


પહેલીવાર પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી

રાહુલ ગાંધીના રાજીનામા બાદ હવે વાયનાડ સીટ પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી હતી તે સમયે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે આ બેઠક પરની પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી જ ઉમેદવાર હશે. આ પહેલીવાર છે જ્યારે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહ્યી છે. અત્યાર સુધી તે પાર્ટી દ્વારા આપવામાં આવેલી જવાબદારીઓ નિભાવતી હતી, પરંતુ હવે તેણે ચૂંટણીની રાજનીતિમાં પ્રવેશ કર્યો છે.


રાહુલે રાયબરેલીથી જીત્યા બાદ વાયનાડ સીટ છોડી દીધી હતી

આ વર્ષે જૂનમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી. આમાંથી એક વાયનાડ સીટ હતી જ્યારે બીજી યુપીની રાયબરેલી સીટ હતી. રાહુલે ચૂંટણીમાં બન્ને બેઠકો પર બમ્પર જીત મેળવી હતી. આવી સ્થિતિમાં તેમણે એક બેઠક છોડવી પડી હતી. રાહુલે વાયનાડ છોડવાનું નક્કી કર્યું પરંતુ પરિવારના કોઈ સભ્યને મેદાનમાં ઉતારવાનું વચન પણ આપ્યું હતું.

સોનિયા ગાંધી રાજ્યસભામાં ગયા પછી રાહુલની સીટ આવી

2024ની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીએ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી, પરંતુ આ વખતે તેમણે અમેઠીને બદલે રાયબરેલીની પસંદગી કરી હતી. સોનિયા ગાંધી રાજ્યસભાના સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. સોનિયા ગાંધી પણ અહીંથી ઘણી વખત સાંસદ રહી ચુક્યા છે. આ બેઠક ગાંધી પરિવારની પરંપરાગત બેઠક પણ માનવામાં આવે છે. તેથી રાયબરેલી જીત્યા બાદ રાહુલ ગાંધીએ આ સીટ પોતાની પાસે રાખી છે અને વાયનાડ સીટ છોડી દીધી છે.

રાહુલ ગાંધીએ 2019માં પણ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી

રાહુલ ગાંધીએ 2019માં પણ બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી. જેમાં એક યુપીની અમેઠી સીટ હતી જ્યારે બીજી વાયનાડ સીટ હતી. અમેઠીમાં રાહુલ ગાંધીને બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીના સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે વાયનાડના લોકોએ રાહુલ પર વિશ્વાસ કરીને તેમને જીતની ભેટ આપી હતી.

  • Follow us on: