કેરળના વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 344 થઈ ગયો છે જ્યારે હજી પણ 206 લોકોની કોઈ જાણકારી મળી શકી નથી. યતરે રેસ્ક્યુ ટીમનું ઓપરેશન આજે પાંચમા દિવસે પણ ચાલુ છે. જેમાં સંરક્ષણ દળો, NDRF, SDRF, પોલીસ, અગ્નિશમન સેવા અને સ્વયંસેવકોના 1,500 થી વધુ કર્મચારીઓની બનેલી એક બચાવ ટીમે સવારે ચાર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચૂરામાલા, વેલ્લારીમાલા, મુંડાકૈલ અને પુંચીરીમાડોમમાં શોધખોળ શરૂ કરી હતી.


અત્યાર સુધીમાં કેટલા મૃતદેહોની ઓળખ થઈ?

અત્યાર સુધીમાં 152 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. જ્યારે હજી પણ 74 લોકોની ઓળખ કરવાની બાકી છે. જેમાં મૃતકોમાં 30 બાળકોનો પણ સમાવેશ થાય છે. કાટમાળમાંથી મોટી સંખ્યામાં શરીરના વિકૃત અંગો પણ મળી આવ્યા છે. અહીં લગભગ 100 રાહત શિબિરો છે. જેમાં લગભગ 9,500 લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં 84 લોકો દાખલ છે.

119 અવશેષો સંબંધીઓને સોંપવામાં આવ્યા

તેમાં કહેવામાં આવ્યું છે કે 217 મૃતદેહો અને 143 શરીરના અંગોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને 119 અવશેષો સંબંધીઓને સોંપવામાં આવ્યા છે. નિવેદન અનુસાર, 518 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 89ની સારવાર ચાલી રહી છે. દરમિયાન કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે 30 જુલાઈથી શરૂ થયેલ શોધ અને બચાવ કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે 206 લોકો હજુ પણ ગુમ છે.

સતત પાંચમા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ

ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન સતત પાંચમા દિવસે પણ ચાલુ છે. હજુ પણ કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે 1,300 થી વધુ બચાવકર્મીઓ, ભારે મશીનો અને અત્યાધુનિક સાધનો તૈનાત કરવામાં આવ્યા છે. અભિનેતા મોહનલાલ, 122 ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ અને કન્નુર યુનિટ સાથે જોડાયેલા, શનિવારે સવારે તેમના યુનિટ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા. લશ્કરી ગણવેશ પહેરીને મોહનલાલ પહેલા મપ્પડી સ્થિત બેઝ કેમ્પ પહોંચ્યા અને સંરક્ષણ દળોને મળ્યા હતા. 

  • Follow us on: