• PM નરેન્દ્ર મોદી વાયનાડની મુલાકાતે
  • PM મોદીએ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત
  • હવાઈ નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂસ્ખલન સ્થળની મુલાકાત લીધી હતી અને વાયનાડમાં મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પહેલાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. પીએમ મોદીએ હેલિકોપ્ટર દ્વારા હવાઈ સર્વે પણ કર્યો હતો. તેમણે કહ્યું કે વાયનાડમાં કુદરતે પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવ્યું છે.

ભૂસ્ખલનની સ્થિતિને લઇ PM મોદીની સમીક્ષા બેઠક

[[$googlead]]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડ ભૂસ્ખલનની ઘટના અને ચાલી રહેલા રાહત પ્રયાસો અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારની મદદ માટે આપણે બધાએ સાથે આવવું પડશે. આ દુર્ઘટનામાં સેંકડો પરિવારોના સપના બરબાદ થઈ ગયા છે. કુદરતે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવ્યું છે, જે મેં ત્યાં ગયા પછી જોયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પીડિત પરિવાર સાથે PM મોદીએ મુલાકાત કરી હતી.

[[$alsoread]]

બેઠકમાં PM મોદીએ કહ્યું કે હું હોસ્પિટલ પણ ગયો હતો અને ત્યાં ઘટનામાં ઘાયલોને મળ્યો હતો. વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના બાદ મેં તરત જ મુખ્યમંત્રી સાથે વાત કરી અને મદદ મોકલી. દરેક જણ અટક્યા વિના આપત્તિમાં મદદ માટે પહોંચી ગયા. ભારત સરકાર અને સમગ્ર દેશ પીડિતોની સાથે છે.

અમે વધુ સહાય આપવાનો પ્રયત્ન કરીશું

પીએમએ કહ્યું કે હું તમામ પીડિતો અને તેમના પરિવારજનોને ખાતરી આપું છું કે આ સંકટમાં અમે તેમની સાથે છીએ. સરકારના નીતિ નિયમો હેઠળ સહાયની રકમ આપવામાં આવી છે, અમે વધુ રકમ પણ આપવાના પ્રયાસો કરીશું. ભારત સરકાર તમામ સમસ્યાઓના ઉકેલ માટે ખૂબ જ ઉદારતાથી કેરળ સરકારની સાથે ઊભી રહેશે.

  • Follow us on: