• લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો
  • મુર્શિદાબાદમાં મમતા બેનર્જીએ આપી ચેતવણી
  • ઇન્ડિ.ગઠબંધનને વોટ આપવાને લઇને આપી ચેતવણી

લોકસભાની ચૂંટણીને લઇને એક તરફ પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે તો બીજી તરફ અન્ય બેઠકો માટે રાજકીય દિગ્ગજો ચૂંટણી પ્રચાર તેજ કરી રહ્યા છે. તેવામાં પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા રાજકારણ વચ્ચે મમતા બેનર્જીએ ઇન્ડિ ગઠબંધનને આડેહાથ લીધુ હતું.

ઇન્ડિ.ગઠબંધનને લઇને આપી ચેતવણી 

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે હું સાંભળી રહી છું કે લોકો કહી રહ્યા છે કે અમે ઇન્ડિ. ગઠબંધનમાં છીએ અમને વોટ આપો. પણ હું તમને કહેવા માંગુ છું કે ઇન્ડિગઠબંધન અહીં નથી. માત્ર દિલ્હીમાં જ છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ, સીપીએમ ઇન્ડિયા ગઠબંધન ન કરે. તેમણે વધુમાં કહ્યું કે ટીએમસી વિરુદ્ધ કોઇને પણ એક વોટ આપ્યો તો તેનો મતલબ કે ભાજપને વોટ આપ્યો. અહીં ટીએમસી સિવાય અન્ય પાર્ટીને વોટ પવાનો મતલબ છે ભાજપને વધુ શક્તિશાળી બનાવવું.

https://twitter.com/AHindinews/status/1781260017129185395

ટીએમસીએ બંગાળમાં જીતવુ પડશે- મમતા બેનર્જી

 મહત્વનું છે કે મમતા બેનર્જીએ અગાઉ પણ સભા સંબોધન કર્યુ હતું જેમાં તેમણે જણાવ્યુ હતું કે અમે બંગાળમાં એનઆરસી લાગું થવા નહીં દઇએ અને ઉમેર્યું હતું કે દેશને બચાવવા માટે ટીએમસીએ બંગાળમાં જીતવું જ પડશે.