- પશ્ચિમ બંગાળ રેલવે અકસ્માતનો મામલો
- રેલવે બોર્ડે જણાવ્યું ડ્રાઇવરની કોઇ ભૂલ નહી
- સિગ્નલિંગ સિસ્ટમ પહેલેથી જ હતી ખરાબ
સોમનારે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને ગુડ્સ ટ્રેને ટક્કર મારતા 9 લોકોના મોત થયા હતા જ્યારે 30થી વધારે લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જવાબદારો સામે કાર્યવાહીના આદેશ અપાયા હતા. ઘટનાને પગલે અનેક ટ્રેન રદ કરવામાં આવી હતી. પરંતુ મંગળવારે ફરીથી ટ્રેન સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
રૂટ પર ટ્રેનની કામગીરી શરૂ
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં ટ્રેન દુર્ઘટના બાદ આજે ટ્રેક રિપેરિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને તે જ રૂટ પર ફરી એકવાર ટ્રેનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
શું કહે છે રેલવે બોર્ડ ?
સૂત્રોના જણાવ્યા મુજબ રેલ્વે બોર્ડનું કહેવુ છે કે કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં પ્રથમ દૃષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે ગુડ્સ ટ્રેનના ડ્રાઇવરને લાલ સિગ્નલ પાર કરવાની પરવાનગી હતી. ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમમાં ખામી હોવાને કારણે આ પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ માલગાડીની સ્પીડ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હતી. આ કારણોસર માલગાડી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન સાથે અથડાઈ હતી.
ડ્રાઇવરની ભૂલ નહી
સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરને રાણીપત્રના સ્ટેશન માસ્ટર દ્વારા TA 912 નામની લેખિત પરવાનગી આપવામાં આવી હતી, જેમાં તેને તમામ લાલ સિગ્નલ પાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનના ડ્રાઈવરની ભૂલ નથી
રેલવે બોર્ડ અનુસાર, કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનના ડ્રાઇવરે સિગ્નલ સિસ્ટમમાં ખામી દરમિયાન અનુસરવામાં આવતા તમામ ધોરણોનું પાલન કર્યું હતું. તેને તમામ રેડ સિગ્નલો પાર કરવાની પરવાનગી પણ મળી હતી. એક્સપ્રેસ ટ્રેનના ડ્રાઈવરે દરેક રેડ સિગ્નલ પર એક મિનિટ માટે ટ્રેન રોકી હતી. આ દરમિયાન તેણે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવી હતી. પરંતુ ગુડ્સ ટ્રેનના ડ્રાઈવરે અહીંના ધોરણોને અવગણ્યા હતા. તેણે ગુડ્સ ટ્રેનને પાટા પર ઝડપી સ્પીડમાં લીધી.
ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ હતી ખરાબ
સૂત્રોના જણાવ્યા અનુસાર રંગપાની સ્ટેશન અને છત્તરહાટ રેલ્વે સ્ટેશન વચ્ચેની સિગ્નલિંગ સિસ્ટમ સોમવારે સવારે 5.50 વાગ્યાથી ખરાબ હતી. રેલ્વે અધિકારીના જણાવ્યા અનુસાર જ્યારે ઓટોમેટેડ સિગ્નલિંગ સિસ્ટમ તૂટી જાય છે, ત્યારે આ સ્થિતિમાં સ્ટેશન માસ્ટર TA 912 નામનો લેખિત પત્ર જાહેર કરે છે. ડ્રાઇવરોને તમામ લાલ સિગ્નલો પાર કરવાની મંજૂરી આપે છે.
સૂત્રો દ્વારા મળી માહિતી
સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે રેલવેના આંતરિક દસ્તાવેજોમાં ખુલાસો થયો છે કે ઓટોમેટિક સિગ્નલમાં ખામી હતી, જેના કારણે માલગાડીનો ડ્રાઈવર આગળ વધી ગયો હતો. લાલ સિગ્નલો કામ કરતા ન હતા. રાણીપત્રના સ્ટેશન માસ્ટર દ્વારા માલસામાન ટ્રેનના ડ્રાઇવરને જાહેર કરાયેલા દસ્તાવેજ TA 912માં તમામ લાલ સિગ્નલો પાર કરવાની પરવાનગી હતી.










