- ગાઝિયાબાદના પ્રવાસે પીએમ મોદી
- નમો ભારત ટ્રેનનું કર્યુ ઉદ્ઘાટન
- સભા સ્થળ પર મોદી મોદીના નારા લાગ્યા
પીએમ મોદીએ આજે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું અને દેશની પ્રથમ રેપિડ રેલ, નમો ભારતને લીલી ઝંડી બતાવી. સવારે 11 વાગ્યે ગાઝિયાબાદના હિંડન એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ ભારતના પ્રથમ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદી જનસભા સ્થળે પહોંચ્યા હતા. જ્યા હજારો જનમેદનીએ ઉમળકાભેર સ્વાગત કર્યું.
મારું બાળપણ રેલવે પ્લેટફોર્મ પર વિતાવ્યુ- પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ યુપી વાસીઓને રેપિડ એક્સ ટ્રેનની ભેટ આપવાની સાથે સાથે ટ્રેનની સુવિધાઓ અંગે પણ વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે મને આ અતિ આધુનિક ટ્રેન (નમો ભારત)માં મુસાફરીનો અનુભવ કરવાની તક મળી. મેં મારું બાળપણ રેલવે પ્લેટફોર્મ પર વિતાવ્યું અને આજે રેલવેનું આ નવું સ્વરૂપ જોઇને મન આનંદથી ભરાઇ ગયું છે. આ અનુભવ આનંદદાયક છે. ત્યારબાદ તેમણે નવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે ભારતની પ્રથમ નમો ભારત ટ્રેનને આજે મા કાત્યાયનીના આશીર્વાદ મળી છે.
હું તમારી સેવામાં હાજર રહીશ- પીએમ મોદી
પીએમ મોદીએ મેરઠ વાસીઓને જણાવ્યું કે જ્યારે મેરઠનો ભાગ એક બે વર્ષ બાદ પૂર્ણ થશે ત્યારે પણ હું તમારી સેવામાં હાજર રહીશે. મહત્વનું છે કે હાલમાં પ્રથમ તબક્કાનું રેપિડ એક્સ ટ્રેનની કામગીરી પૂર્ણ થઇ છે.
જેનો શિલાન્યાસ કરીએ તેનું ઉદ્ઘાટન પણ કરીએ-પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધન કરતી વખતે દેશની પ્રથમ રેપિડએક્સ ટ્રેનમાં મહિલાઓનો સ્ટાફ વધારે છે. જેને નારીશક્તિનો વિકાસ ગણાવ્યો હતો. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ચાર વર્ષ પહેલા મેં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ પ્રાદેશિક કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આજે સાહિબાબાદથી દુહાઈ ડેપો સુધીના પટ પર નમો ભારતની સેવાઓ શરૂ થઈ છે. મેં અગાઉ પણ કહ્યું હતું અને હું આજે પણ કહું છું - અમે જેનો પાયો નાખીએ છીએ, અમે તેનું ઉદ્ઘાટન પણ કરીએ છીએ.
વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળ્યું - યોગી
જનસભાને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 'દેશની પ્રથમ રેપિડ રેલ નમો ભારત એ વિજયાદશમી પહેલા એક મોટી ભેટ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ દેશે છેલ્લા સાડા નવ વર્ષમાં વિશ્વની માળખાકીય સુવિધાઓ જોઈ છે. એરપોર્ટ જેવા રેલવે સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે.
ઉમળકાભેર સ્વાગત
પીએમ મોદી સાહિબાબાદના આવાસ વિકાસ મેદાનમાં આયોજિત જનસભામાં પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે 8 માર્ચ 2019ના રોજ પીએમ મોદીએ દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. ઉદ્ઘાટન કાર્યક્રમમાં PM મોદીની સાથે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ અને NCRTCના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના સાહિબાબાદમાં તેમની જાહેર રેલીમાં ભેગા થયેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
[[$googlead]]