• આ નેતાઓએ કેન્દ્રની પેનલનો ભાગ બનવાનો ઇનકાર કર્યો છે
  • લદ્દાખ અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સની સંમતિથી નિર્ણય લીધો
  • કેન્દ્ર અમારા રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિની માગની વિરુદ્ધ છે

આ સમિતિમાં લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર, લદ્દાખના સંસદસભ્ય, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી અને લેહ અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સની સર્વોચ્ચ સંસ્થાના નવ પ્રતિનિધિ સભ્યો તરીકે છે. કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપતા લદ્દાખના નેતાઓએ તેમની ઉચ્ચ સ્તરીય સમિતિમાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે. આ નેતાઓનું કહેવું છે કે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવે તે પહેલા જમ્મુ અને કાશ્મીરની સાથે તે વધુ યોગ્ય હતું. આ નેતાઓનો આ નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પ્રદેશમાં અસંતોષને સમાપ્ત કરવા માટે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કર્યાના થોડા દિવસો બાદ લેવામાં આવ્યો છે. આ નેતાઓએ પણ કેન્દ્રની પેનલનો ભાગ બનવાનો ઇનકાર કર્યો છે.

લદ્દાખ અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સની સર્વોચ્ચ સંસ્થાએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે આ સમિતિ કોઈપણ કાર્યવાહીનો ભાગ બનશે નહીં. જ્યાં સુધી લદ્દાખને રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ વિશેષ દરજ્જો સહિતની તેમની માગણીઓને એજન્ડાનો ભાગ બનાવવામાં ન આવે. આ સમિતિમાં લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર, લદ્દાખના સંસદસભ્ય, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી અને લેહ અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સની સર્વોચ્ચ સંસ્થાના નવ પ્રતિનિધિ સભ્યો તરીકે છે.

લેહની સર્વોચ્ચ સંસ્થાના નેતા અને લદ્દાખ બૌદ્ધ એસોસિએશનના વરિષ્ઠ ઉપપ્રમુખ ચેરિંગ દોરજેએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને જોતા અમને લાગે છે કે જ્યારે અમે જમ્મુ અને કાશ્મીરનો ભાગ હતા ત્યારે અમે વધુ યોગ્ય હતા. દોરજેએ વધુમાં કહ્યું કે કેન્દ્ર અમને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે સમજીએ છીએ કે કેન્દ્ર અમારા રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિની માગની વિરુદ્ધ છે.

તેમણે કહ્યું કે લદ્દાખમાં લોકો બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ રાજ્યનો દરજ્જો અને વિશેષ દરજ્જાની માગણીને લઈને એક વર્ષથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર લાંબા સમયથી ચાલી રહેલા સૈન્ય અવરોધ વચ્ચે આ પગલું કેન્દ્ર સરકાર માટે એક મોટો પડકાર છે.

કેન્દ્ર અને ભાજપે લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માટે તેને ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. તે સમયે કહેવામાં આવ્યું હતું કે આમ કરવાથી લદ્દાખમાં વિકાસ થશે અને તેનાથી લદ્દાખના લોકો સાથે દાયકાઓથી ચાલતા ભેદભાવનો પણ અંત આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પરંતુ છેલ્લા બે વર્ષમાં અહીંના લોકોને અહેસાસ થયો છે કે અગાઉ જે કામો થયા હતા તે ક્યાંયથી પૂરા નથી થઈ રહ્યા. આ સમય દરમિયાન લેહ અને કારગીલમાં લોકોને લાગ્યું કે તેઓ રાજકીય રીતે વંચિત છે અને એક થઈને કેન્દ્ર સામે ઉભા થયા છે. તેથી હવે તેઓ કેન્દ્રશાસિત પ્રદેશમાં અમલદારશાહી શાસન સમાપ્ત કરવાની માગ કરી રહ્યા છે.

  • Follow us on: