- આગામી 5 દિવસ 12 જિલ્લામાં વધશે ગરમી
- બાળકો અને વૃદ્ધોએ કામ સિવાય ઘરની બહાર ન નીકળવુ
- ત્રિપુરામાં સ્કૂલો બંધ, જમ્મુ કાશ્મીરમાં થઇ શકે છે વરસાદ
દેશમાં આગ ઝરતી ગરમી કહેર વરસાવી રહી છે. લોકોએ બપોરે તો ઘરની બહાર નીકળવુ મુશ્કેસ બન્યુ છે..ત્યારે ગુજરાત, યુપી, બિહાર સહિતના રાજ્યોમાં હીટવેવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આગામી દિવસોમાં કેવુ રહેશે તાપમાન તેને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે.
આ રાજ્યોમાં રહેશે હીટવેવ
હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા માટે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં 3 દિવસ પછી તીવ્ર હીટવેવની આગાહી કરવામાં આવી છે.
આ રાજ્યોમાં ગરમી વધશે
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી નથી પરંતુ આ ત્રણેય રાજ્યોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર છે. હવામાન વિભાગે કહ્યું કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાં વરસાદને કારણે તાપમાનમાં કોઈ ઘટાડો થશે નહીં. આગામી દિવસોમાં વધારો થવાની ધારણા છે.વાત કરીએ ઓડિશા અને પશ્ચિમ બંગાળની તો અહીં 45 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા છે.
આ રાજ્યોમાં વરસાદની સંભાવના
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કેરળ, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં વરસાદની સંભાવના છે.
દિલ્હીમાં કેવી રહેશે સ્થિતિ ?
બીજી તરફ રાજધાની દિલ્હીમાં હાલ હીટ વેવ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી, પરંતુ અહીં તીવ્ર ગરમીની અસર યથાવત રહેશે. હવામાન વિભાગે કહ્યું છે કે આજે દિલ્હીમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાશે.
ઉત્તર ભારતના રાજ્યોમાં હીટવેવથી મળી શકે રાહત
IMDના વૈજ્ઞાનિક સોમા સેન રોયે કહ્યું કે ઉત્તર ભારતના રાજ્યોમાં તોફાનની સ્થિતિ સર્જાઈ રહી છે. ભારત પર અફઘાનિસ્તાનથી સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં 1 અઠવાડિયા સુધી ગરમીનું મોજું રહેવાની શક્યતા ઓછી છે.