• બિહાર, ઓડિશા સહિતના રાજ્યોમાં ગરમીનો કહેર
  • હવામાન વિભાગે જાહેર કર્યુ છે ઓરેન્જ એલર્ટ
  • આવતી કાલે ગરમી ઓછી થવાની વ્યક્ત કરી સંભાવના

ઉત્તર ભારતમાં ગરમી કાળો કહેર વર્તાવી રહી છે. બિહાર, ઓડિશા , ઝારખંડ સહિતના રાજ્યોમાં ગરમીએ 44 ડિગ્રીને પાર નોંધાઇ છે. આકરી ગરમીને કારણે 20 લોકોના મોત થયા છે. ત્યારે શું આગામી દિવસોમાં ગરમીથી રાહત મળશે કે કેમ તેને લઇને હવામાન વિભાગનું શું કહેવુ છે આવો જાણીએ.

હિટવેવમાં થશે ઘટાડો

[[$googlead]]

IMD વૈજ્ઞાનિક સોમા સેને જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં બિહાર, ઝારખંડ, ઓડિશામાં ગરમીને કારણે લોકોના મોત થયા છે. અમે આશા રાખીએ છીએ કે આવતીકાલથી સમગ્ર વિસ્તારમાંથી હિટવેવની સ્થિતિ ધીમે ધીમે ઓછી થઈ જશે.

[[$alsoread]]

આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે મોટાભાગના રાજ્યોમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, બિહાર અને ઝારખંડ સહિતના રાજ્યોમાં હીટવેવને લઇને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આવતી કાલે હીટવેવમાં થોડો ઘટાડો જોવા મળશે તેમ જણાવ્યું હતું. જેને કારણે મોટા ભાગના રાજ્યો યલો એલર્ટ પર જતા રહેશે. ઓડિશાની સાથે પંજાબ અને હરિયાણામાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે.


  • Follow us on: