ઉત્તરભારતમાં વરસાદ અટકી ગયો છે. ટુંક સમયમાં ઉત્તરભારતમાં વાતાવરણમાં પલટો આવવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. દિલ્હી NCR સહિત દેશના અનેક રાજ્યમાં ગરમી અને શુષ્ક વાતાવરણ છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે આંશિક રીતે ગરમીથી રાહત મળે તેવી શક્યતા છે કેમકે આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છે જો કે બફારો અને ગરમીથી હાલ બેહાલ છે. રાજ્યમાં સૌથી વધારે તાપમાન 38 તો સૌથી ઓછુ તાપમાન 26 ડિગ્રી રહે તેવી શક્યતા છે.
યુપીમાં ગરમીનો કહેર રહેશે
ઉત્તર પ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. જેનાથી ગરમીથી આંશીક રાહત મળશે. જો કે યુપીમાં એક વખત ફરીથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તરપ્રદેશમાં અંગ દઝાડતી ગરમી શરૂ થઇ ચુકી છે. બપોરે તો રસ્તાઓ સુમસામ થઇ જાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ પણ ગરમી વધશે. તાપમાનમાં વધારો નોંધાતા ગરમીથી વધારે સ્થિતિ બગડશે. આગામી દિવસોમાં તાપમાન 6 ડિગ્રી સુધી વધે તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.
બિહારમાં ગરમીથી હાલ બેહાલ
બિહારની વાત કરીએ તો આ રાજ્યમાં હમણાથી ભયંકર લૂ ફેંકાઇ રહી છે. ગરમીના કારણે લોકોને બપોરે બહુ કામ હોય તો જ બહાર જવાની સૂચના આરોગ્ય વિભાગે આપી છે. બપોરે 12થી 4 સુધી આકરો તાપ પડી રહ્યો છે. ગરમ પવનના કારણે ગરમી વધારે વિકટ બની છે. જો કે ઉત્તર પૂર્વી ભાગ જેવાકે સુપૌલ, અરરિયા, કિશનગંજ, સહરસા, મધેપુરા, પૂર્ણિયા અને કડિહારામાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હોવાથી ગરમીમાં આંશીક રાહત થઇ છે. આગામી 4 દિવસ વાતાવરણ શુષ્ક રહે તેવી હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.
પહાડી વિસ્તારોમાં કેવુ છે વાતાવરણ?
પહાડી વિસ્તારોમાં શુષ્ક વાતાવરણના લીધે થોડા દિવસો સુધી વાતાવરણમાં ગરમી રહેશે. ઉત્તર પશ્ચિમી રાજસ્થાનના બીકાનેરના સંભાગમાં 8થી 10 જૂને તાપમાન 45થી 46 થઇ શકે તેવુ છે. પહાડી વિસ્તારો જેવાકે હિમાચલ પ્રદેશ, જમ્મૂ-કાશ્મીરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.