- દિલ્હી-NCRમાં હવામાનમાં વારંવાર બદલાવ
- હવામાન અંગે IMD એ આગાહી કરી
- આગામી 6 દિવસ સુધી હવામાનની આગાહી
દિલ્હી-NCRમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં વારંવાર બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યારેક તડકો હોય છે તો ક્યારેક અચાનક જ વરસાદ ચાલુ થઈ જાય છે. ત્યારે હવે આગામી 6 દિવસ સુધી દિલ્હી-NCRમાં હવામાન કેવું રહેશે તે અંગે IMD એ આગાહી કરી છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી
દિલ્હી-NCRમાં છેલ્લા બે દિવસમાં વરસાદ પડ્યો જેને લઈને લોકોને ગરમીથી રાહત મળી છે. આજે દિલ્હીમાં લધુત્તમ તાપમાન 30.5 ડિગ્રી નોંધાયુ હતું. ત્યારે હવામાનમાં થતાં ફેરફાર વચ્ચે હવે IMDએ રાહતનાં સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આ વખતે જેરતળી ગરમી પડી છે તેટલો જ વરસાદ પણ પડશે.
જુલાઈની શરૂઆતમાં જ ચોમાસનો પ્રારંભ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુલાઈની શરૂઆતમાં જ ચોમાસનો પ્રારંભ થઈ જશે 23 જૂને દિલ્હી-NCRમાં મહત્તમ તાપમાન 45.94 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 37.17 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આ દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા રહેલી છે. જ્યારે 24મી જૂને મહત્તમ તાપમાન 47.55 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 38.07 ડિગ્રી રહી શકે છે.આ દિવસે વાતાવરણ સ્વચ્છ રહેવાની શક્યતા છે. 25 જૂને દિલ્હી-NCRમાં મહત્તમ તાપમાન 47.99 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 37.45 ડિગ્રી રહી શકે છે. જ્યારે 26 જૂને મહત્તમ તાપમાન 48.11 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 36.45 ડિગ્રી રહી શકે છે. આ દિવસે વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. તો 27 જૂને મહત્તમ તાપમાન 43.63 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 33.39 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.
IOD પોઝિટિવ આવે તેવી શક્યતા
રાજધાની દિલ્હી સહિત સમગ્ર NCRમાં 28 જૂને મહત્તમ તાપમાન 40.57 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 31.03 ડિગ્રી રહી શકે છે. દિવસભર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.હિંદ મહાસાગર દ્વિધ્રુવ ચોમાસાને ઘણી હદ સુધી અસર કરે છે. IOD એટલે વાતાવરણમાંથી સમુદ્ર અને સપાટીના તાપમાનમાં તફાવતને કારણે અસર થતી હતી. હિંદ મહાસાગરમાં થતી પ્રવૃત્તિઓ ચોમાસું કેવું રહેશે તે નક્કી કરે છે. અત્યારે IOD અહીં તટસ્થ છે. IOD ટૂંક સમયમાં પોઝિટિવ આવે તેવી શક્યતા રહેલી છે. જેથી માની શકાય છે કે વરસાદ સારો રહેશે.
ચોમાસામાં સારો વરસાદ થવાની સંભાવના
આ અગાઉ પણ જ્યારે IOD પોઝિટિવ હતું, ત્યારે ભારતમાં વર્ષ 1983, 1994 અને 1997માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે તે નકારાત્મક હતું, વર્ષ 1992માં બહુ ઓછો વરસાદ થયો હતો. ચોમાસા માટે અલ નીનો અને લા નીના બે સૌથી મહત્વપૂર્ણ પરિબળો માનવામાં આવે છે. અલ નીનોમાં દરિયાનું તાપમાન 3 થી 4 ડિગ્રી વધે છે. અલ નીનોને કારણે ભારતમાં ચોમાસું ઘણીવાર નબળું રહે છે. હાલમાં, અલ નિનો પ્રશાંત મહાસાગરમાં નબળો છે. અલ નીનો અસરની તટસ્થ સ્થિતિ ચાલી રહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જુલાઈમાં અલ નીનો લા નીનામાં પરિવર્તિત થશે. જેના કારણે ચોમાસામાં સારો વરસાદ થવાની સંભાવના છે.