- દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો
- 21 ઓગસ્ટ સુધી દિલ્હીમાં વરસાદની આગાહી
- દિલ્હી સહીત દેશના 20 રાજ્યોમાં વરસાદની આગાહી
આજે દિલ્હીમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે દિલ્હી અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો હતો. જેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું હતું. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી સતત વરસાદ જોવા મળી રહ્યો છે.
દિલ્હી સહિત દેશમાં વરસાદથી આફત
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજધાની દિલ્હી સહિત દેશમાં વરસાદથી આફત જોવા મળી રહી છે. ત્યારે હવે 21 ઓગસ્ટ સુધી દિલ્હીમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ સિવાય દેશના 20 થી વધુ રાજ્યોમાં વરસાદ જોવા મળી શકે છે.
દિલ્હીમાં 21 ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના
મળતી માહિતી અનુસાર, રાજધાની દિલ્હીમાં 21 ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જોકે, દિલ્હીમાં 1 ઓગસ્ટથી સતત વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ હજી 4 દિવસ સુધી દિલ્હીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
કયા કયા રાજ્યોમાં વરસાદની આગાહી?
સ્કાયમેટ વેધર રિપોર્ટ મુજબ, દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, રાજસ્થાન, લક્ષદ્વીપ, કર્ણાટક, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, આંદામાન નિકોબાર ટાપુઓ, કેરળ, તમિલનાડુ, લદ્દાખ, બિહાર, મહારાષ્ટ્રમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. નદીઓ, નદીઓ અને સમુદ્રથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.