• પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને માથામાં ઈજા થઇ હતી
  • SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
  • સારવાર કર્યા બાદ તબીબોએ તેમને ઘરે જવા દીધા હતા

ગુરુવારે પશ્ચિમ બંગાળમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઈજાના સમાચારે સમગ્ર દેશને આઘાતમાં મૂકી દીધો છે. તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જોકે, મુખ્યમંત્રીની ઈજાની સારવાર કર્યા બાદ તબીબોએ તેમને ઘરે જવા દીધા હતા. હોસ્પિટલમાંથી સામે આવેલો વીડીયો જોઈને મમતા દીદીના પ્રશંસકો ચિંતામાં મુકાઈ ગયા હતા.

ટીએમસીએ ઈજાની તસવીર શેર કરી છે

[[$googlead]]

[[$alsoread]]

ગુરુવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને માથામાં ઈજા થતાં SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીની ઈજાના સમાચાર સામે આવતાની સાથે જ વિવિધ રાજકીય પક્ષો તરફથી નિવેદનો આવવા લાગ્યા છે. દેશના વડા પ્રધાને પણ ચિંતા વ્યક્ત કરી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. ટીએમસીએ ઈજાની તસવીર શેર કરી છે.

તેમના કપાળ પર પટ્ટી બાંધેલી છે

ટીએમસી વતી તસવીર જાહેર કરતી વખતે લખ્યું હતું કે, અમારા અધ્યક્ષ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમના માટે પ્રાર્થના કરો. હોસ્પિટલમાંથી મુખ્યમંત્રીનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તે વ્હીલ ચેર પર જોવા મળી રહ્યા છે. તેમના કપાળ પર પટ્ટી બાંધેલી છે. અન્ય એક વીડિયોમાં તે હોસ્પિટલથી ઘરે જતા જોવા મળે છે. મમતા આગળની સીટ પર બેઠા છે. હોસ્પિટલના તબીબે મુખ્યમંત્રીને દાખલ થવા અને સારવાર કરાવવાની સલાહ આપી હતી પરંતુ તેમણે ઘરે જ રહેવાની વાત આગળ ધરી હતી. આ પછી તેમને ઘરે જવા દેવામાં આવ્યા.

મુખ્યમંત્રી મમતા બેનર્જી આ વર્ષે બીજી વખત ઘાયલ થયા

મુખ્યમંત્રી મમતા બેનર્જી આ વર્ષે બીજી વખત ઘાયલ થયા છે. વર્ષની શરૂઆતમાં, જાન્યુઆરીમાં, તેમને બર્ધમાન જિલ્લામાંથી પરત ફરતી વખતે માથામાં ઈજા થઈ હતી. તે સમયે મુખ્યપ્રધાનના કાફલાની કારને અકસ્માત નડ્યો હતો અને ડ્રાઈવરે અચાનક બ્રેક મારવાને કારણે તેઓ ઘાયલ થયા હતા.

  • Follow us on: