• બંગાળમાં મોટી રેલ દુર્ઘટના
  • કંચનજંગા એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઇ
  • રંગાપાની રેલવે સ્ટેશન પર બની ઘટના
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં કંચનજંગા એક્સપેસને માલગાડીએ ટક્કર મારી. જેમાં કંચનજંગા એક્સપેસની 3 ડબ્બાને ખૂબ જ ખરાબ રીતે નુકસાન થયુ છે. 15 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. 

PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ 

પશ્ચિમ બંગાળમાં ન્યુ જલપાઇગુડીમાં કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને ગુડ્સ ટ્રેન અથડાતા 15 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાને લઇને પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વિટ કરીને પશ્ચિમ બંગાળમાં રેલ્વે દુર્ઘટના દુઃખદ ગણાવી. તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો માટે સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ મૃતકોના પરિજનોને પીએમ રાહત ફંડમાંથી 2 લાખ જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજારની રકમ આપવાની જાહેરાત કરી છે. 



અશ્વિની વૈષ્ણવ ઘટના સ્થળે પહોંચશે

પશ્ચિમ બંગાળમાં રેલ્વે દુર્ઘટના દુઃખદ છે. તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો માટે સંવેદના વ્યક્ત કરુ છું. તેમણે કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી સાજા થઈ જાય. અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. અસરગ્રસ્તોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થયા છે.


બે કોચ પાટા પરથી ઉતરી ગયા
 
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે કોચ પાટા પરથી ઉતરી ગયા છે. ટ્રેન સિયાલદહ જઈ રહી હતી. એક માલગાડીએ પાછળથી ઉભી રહેલી ટ્રેનને ટક્કર મારી હતી. ટ્રેનની ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું છે. અકસ્માત બાદ બે બોગી એકબીજાની ઉપર ચઢી ગઈ છે. આ અકસ્માત રંગપાણી અને નિજબારી વચ્ચે થયો હતો. બે મુસાફરોના મોત થયા હોવાનું કહેવાય છે, જોકે મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘાયલો વિશે હજુ સુધી માહિતી મળી નથી. બચાવ કાર્ય માટે ડિઝાસ્ટર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.



મમતા બેનર્જીએ શોક વ્યક્ત કર્યો 

ન્યુ જલપાઇ ગુડી નજીક ટ્રેન દુર્ઘટનાને પગલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યુ છે. આ દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે દાર્જિલિંગ જિલ્લામાં ટ્રેન દુર્ઘટનાના સમાચારથી તેઓ આઘાતમાં છે. અહેવાલ છે કે કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. રાહત અને બચાવ કામગીરી માટે જિલ્લા મેજિસ્ટ્રેટ, ડૉક્ટરો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.



અશ્વિની વૈષ્ણવે શું કહ્યું ? 

આ દુર્ઘટના અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કહ્યું કે ઉત્તરપૂર્વ સીમા ક્ષેત્રમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલ્વે, NDRP અને SDRF સંકલનમાં કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.



પાટા પર ઉભેલી પેસેન્જર ટ્રેનને અથડાઇ માલગાડી

કટિહાર ડિવિઝનના રંગપાની અને નિજબારી સ્ટેશન વચ્ચે સ્ટેશન પર ઉભી રહેલી કંચનજંગા એક્સપ્રેસને પાછળથી માલગાડીએ ટક્કર મારી હતી. કંચનજંગા એક્સપ્રેસના લગભગ ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ધક્કો એટલો જોરદાર હતો કે એક બોગી બીજી બોગી પર ચઢી ગઈ. ઘટનાની જાણ થતાં કટિહાર રેલવે ડિવિઝનમાં ખળભળાટ મચી ગયો છે. રેલવે અધિકારીઓ કટિહાર અને NJPથી આકસ્મિક રાહત ટ્રેન અને મેડિકલ વાન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

હેલ્પલાઈન નંબર જાહેર 

રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ ઘાયલોની મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. ઘાયલોના સંબંધીઓ 033-23508794, 033-23833326 પર ફોન કરીને મદદ મેળવી શકે છે.


  • Follow us on:

[[$googlead]]