- બ્રિજભૂષણ શરણ સિંહે મામલે આજે પણ ન આવ્યો નિર્ણય
- જાતીય સતામણી કેસ મામલે હવે 26 એપ્રિલે સુનાવણી
- બ્રિજ ભૂષણના વકીલે કહ્યું તે દિવસે તેઓ ભારત બહાર હતા
WFIના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહ સામે યૌન શોષણ મામલે તેઓ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચ્યા હતા. બૃજભૂષણે જાતીય સતામણી કેસની વધુ તપાસની માંગ કરતી અરજી દાખલ કરી હતી. રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહની અરજી પરનો ચુકાદો 26 એપ્રિલ માટે અનામત રાખ્યો છે.
દેશની બહાર હોવાનું જણાવ્યું કારણ
બ્રિજભૂષણ શરણ સિંહે ઘટનાની કથિત તારીખ 7 સપ્ટેમ્બર, 2022ના રોજ WFI ઓફિસમાં તેમની હાજરી અંગે તપાસ કરવા દિલ્હી પોલીસને નિર્દેશ માંગ્યો છે. કોર્ટે બ્રજભૂષણ શરણ સિંહની અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો છે. બ્રિજ ભૂષણે અરજીમાં જણાવ્યું હતું કે જ્યારે WFI ઓફિસમાં મહિલા રેસલરની કથિત છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો તે તારીખે તે દેશની બહાર હતા તેમ કહ્યું. તેએઓ પોતાની અરજી સાથે પાસપોર્ટની કોપી આપી છે, જેના પર ઈમિગ્રેશનની તારીખ લખેલી હોવાનું જાણવા મળ્યું છે.
કોર્ટે શું કહ્યું ?
કોર્ટે કહ્યું કે ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાંથી પરત ફર્યા બાદ WFI દિલ્હી ઓફિસમાં તેણીને જાતીય સતામણી કરવામાં આવી હતી, ફરિયાદ પક્ષે તે તારીખે સીડીઆરની નકલ સબમિટ કરી નથી. બ્રિજ ભૂષણના વકીલે કહ્યું કે અમે પાસપોર્ટની કોપી પણ જોડી દીધી છે, ઈમિગ્રેશન સ્ટેમ્પ છે, જો દિલ્હી પોલીસને આ મુદ્દે જવાબ દાખલ કરવો હોય તો એક સપ્તાહ લાગી શકે છે. અમે કેસમાં વિલંબ કરવા માટે આ અરજી દાખલ કરી નથી.
શું છે મામલો ?
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગટ દેશ અને અન્ય બે કુસ્તીબાજોએ પૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો અને તેમની સામે વિરોધ દર્શાવ્યો હતો. આ મામલે દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, પરંતુ જુલાઈમાં બ્રિજ ભૂષણને સ્થાનિક કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.









