• સોશિયલ મીડિયામાં છવાયો પીએમ મોદીનો જાદુ
  • વોટ્સએપ ચેનલમાં પણ મચાવી ધૂમ
  • વોટ્સએપ ચેનલમાં પણ સક્રિય પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ વિદેશમાં તો ખરી જ પરંતુ સોશિયલ મીડિયામાં પણ ઘણો મોટો ચાહક વર્ગ ધરાવે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે વોટ્સએપ ચેનલ્સ પર પણ આવી ગયા છે. વોટ્સએપે હાલમાં જ તેનું નવું ફીચર લોન્ચ કર્યું છે, જ્યાં PMએ એક જ દિવસમાં 10 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સને એકત્ર કરીને રેકોર્ડ બનાવ્યો છે. મહત્વનું છે કે પીએમ મોદી ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને હવે વોટ્સ એપ ચેનલમાં પણ ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે.

24 કલાકમાં 1 મિલિયન ફોલોઅર્સ !

પીએમ મોદી વોટ્સએપ ચેનલ પર જોડાયાના 24 કલાકમાં જ ફોલોઅર્સ 1 મિલિયનને પાર પહોંચી ગયા છે. મહત્વનું છે કે પીએમ મોદી 19 સપ્ટેમ્બરે જ વોટ્સએપ ચેનલ સાથે જોડાયા હતા. આ પછી એક જ દિવસમાં તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 10 લાખને પાર કરી ગઈ હતી. હાલમાં વોટ્સએપ ચેનલ પર તેમના 14 લાખ સબસ્ક્રાઈબર્સ છે.

PM મોદીના કેટલા ફોલોઅર્સ ?

  • માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ 'X' પર 9 કરોડથી વધુ ફોલોઅર્સ
  • ફેસબુક 5 કરોડથી વધુ ફોલોઅર્સ
  • ઇન્સ્ટાગ્રામ 7 કરોડથી વધુ ફોલોઅર્સ


વોટ્સએપ ચેનલ શું છે?

WhatsApp ચેનલ્સ એ મેટાની એક નવી સુવિધા છે. જે વપરાશકર્તાઓને WhatsAppની અંદરથી સમાચાર સંસ્થાઓ, સેલિબ્રિટીઓ અને અન્યને અનુસરવાની મંજૂરી આપે છે. આ વન-વે બ્રોડકાસ્ટ ટૂલ મેટા-માલિકીના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp દ્વારા ગત અઠવાડિયે ભારતમાં અને 150 થી વધુ દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

WhatsApp ચેનલ્સ વિવિધ સંસ્થાઓ, સેવાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના વ્યક્તિગત અપડેટ્સ પ્રદાન કરે છે જેને લોકો અનુસરી શકે છે. આ 'અપડેટ્સ' નામના નવા ટેબમાં દેખાય છે, જે કુટુંબ, મિત્રો અને સમુદાયો સાથેની ચેટથી અલગ છે.

  • Follow us on: