• રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં
  • 26 જાન્યુઆરીથી શરૂ થશે પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમો
  • મૂર્તિ નક્કી કરવા માટે ટ્રસ્ટના સભ્યોની મળી બેઠક

અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠાને લગતા કાર્યક્રમો 16 જાન્યુઆરીથી શરૂ થઈ જશે. ત્યારે, ગર્ભગૃહમાં કઈ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તે નક્કી કરવા માટે આજે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક મળી હતી. બેઠક બાદ ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ ગિરી મહારાજે કહ્યું કે આજે તમામ સભ્યોએ પ્રતિમાઓ જોઈને પોતાનો મત આપ્યો છે. ટ્રસ્ટના પ્રમુખ અને મહામંત્રી આગામી ત્રણ દિવસમાં તમામ સભ્યોના અભિપ્રાયના આધારે મૂર્તિની પસંદગી કરશે. તેમણે કહ્યું કે ત્રણ કલાકારોએ સાત મહિનામાં આ શિલ્પો તૈયાર કર્યા છે. તમામ કલાકારોને શિલ્પને લગતી સૂચનાઓ આપવામાં આવી હતી. તેના આધારે પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાનાર છે.

3 દિવસમાં મૂર્તિને લઈને લેવાશે નિર્ણય 

[[$googlead]]

ગોવિંદ ગિરી મહારાજે જણાવ્યું છે કે ત્રણ મૂર્તિઓમાંથી કઈ મૂર્તિ પસંદ કરવી તે મુદ્દે બેઠક યોજાઈ હતી. તેમણે કહ્યું કે મૂર્તિઓના નિર્માણને લઈને નીતિ નક્કી થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે અમે ત્રણેય મૂર્તિઓ જોઈ અને અલગ-અલગ પેપર પર પોતપોતાનાં મત રજૂ કર્યા. આ તમામ મત જોયા બાદ પ્રમુખ અને મહામંત્રી નિર્ણય લેશે. ગોવિંદ ગિરી મહારાજે કહ્યું કે આ અંગે ત્રણ દિવસમાં નિર્ણય લેવામાં આવે.

[[$alsoread]]

કારીગરોએ જીવ રેડીને કર્યું કામ 

સાથે જ તેમણે કહ્યું કે ત્રણ કારીગરોએ પોતાના જીવ રેડીને કામ કર્યું છે અને પ્રભુ શ્રીરામની મૂર્તિઓ તૈયાર કરી છે. અયોધ્યાની ધરતી પર તેમણે ભગવાન શ્રીરામને રાત દિવસ યાદ કરીને પરિશ્રમ કર્યો છે. તેમણે કહ્યું કે મને મારા કારીગરોનું અભિવાદન કરવાનું મન થાય છે, તેમણે પૂરા મનથી મૂર્તિઓ બનાવવાનું આ કામ કર્યું છે.

3 કલાકારોએ બનાવી છે રામલલ્લાની મૂર્તિઓ

રામલલ્લાની ત્રણેય મૂર્તિઓ કર્ણાટક અને રાજસ્થાનના શિલ્પકારો દ્વારા બનાવવામાં આવી છે, જેમાં જયપુરના કલાકાર સત્યનારાયણ પાંડે તેમજ કર્ણાટકના ગણેશ ભટ્ટ અને અરુણ યોગીરાજનો સમાવેશ થાય છે.

મૂર્તિઓને લઈને આપવામાં આવી હતી આ આ સૂચનાઓ

ગોવિંદ ગિરી મહારાજે જણાવ્યું કે મૂર્તિકારોને મૂર્તિ બનાવવા માટે પહેલાથી જ સૂચનાઓ આપી દેવામાં આવી હતી. ત્રણેય મૂર્તિઓ સમાન છે અને ઊભી મુદ્રામાં છે. તેમણે જણાવ્યું કે મૂર્તિઓની લંબાઈ 51 ઈંચ છે અને બંને હાથ સમાંતર છે. તેમજ મૂર્તિ બાળકના રૂપમાં હોય અને ત્રણેય મૂર્તિઓ એક જ પ્રકારની હોય તે અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.


  • Follow us on: