• મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકના કારણે મોત
  • સમગ્ર રાજ્યમાં 144 લાગુ કરવામાં આવી
  • તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ઉત્તર પ્રદેશના પૂર્વ ધારાસભ્ય અને બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની તબિયત બગડતાં તેમને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતો. બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અન્સારીને હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. માફિયા મુખ્તાર અંસારીનું મોત થતા સમગ્ર UPમાં 144 કલમ લાગું કરવામાં આવ્યું છે. 

માફિયા મુખ્તાર અંસારીનું 60 વર્ષની વયે મોત થયું છે. મુખ્તારાને ગુરુવારે બાંદલમાં હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તરત જ તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે,માફિયા મુખ્તાર અંસારીનું મોત થયું છે. UPના અનેક જીલ્લામાં 144 કલમ લાગું કરવામાં આવ્યું છે. આ સાથે જાણવા મળી રહ્યું છે કે, UP CMએ બેઠક કરવામાં આવી છે. તમામ જગ્યાએ ચાપતો બંદોબસ્ત ગોઠવામાં આવી રહ્યો છે.

CM આવાસ પર બેઠક

બાંદા મેડિકલ કોલેજમાં હાર્ટ એટેકથી મુખ્તાર અન્સારીનું નિધન થયા બાદ સીએમ યોગી આદિત્યનાથના નિવાસસ્થાને કાયદો અને વ્યવસ્થાને લઈને મહત્વની બેઠક ચાલી રહી છે. તેમાં DGP પ્રશાંત કુમાર અને ADG કાયદો અને વ્યવસ્થા અમિતાભ યશ હાજર છે. જણાવવામાં આવી રહ્યું છે કે બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સૂચનાઓ આપી છે.

અગાઉ 26 માર્ચે પણ તબયત લથડી હતી

અગાઉ 26 માર્ચે મુખ્તાર અંસારીને બાંદા જેલમાંથી સવારે 3.55 વાગ્યે ગંભીર હાલતમાં મેડિકલ કોલેજ લાવવામાં આવ્યો હતો. તે સમયે મુખ્તાર અંસારીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. સવાર સુધીમાં, વાત ફેલાઈ ગઈ કે મુખ્તાર અંસારીને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ગાઝીપુરથી મુખ્તારનો પરિવાર પણ બાંદા પહોંચી ગયો હતો, જોકે તેઓ મળી શક્યા ન હતા.

યુપીના તમામ જિલ્લાઓમાં કલમ 144

મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. બાંદા મેડિકલ કોલેજમાં 17 પોલીસ સ્ટેશનની ફોર્સ તૈનાત કરવામાં આવી છે. હોસ્પિટલની બહાર અર્ધલશ્કરી દળ તૈનાત કરવામાં આવ્યું છે. આ સિવાય મૌ ગાઝીપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અર્ધલશ્કરી દળ અને પીએસી તૈનાત છે.

  • Follow us on: