• NCB સમીર વાનખેડે અને તેમની ટીમ વિરૂદ્ધ કાર્યવાહી કરશે?: મલિક
  • નવાબ મલિકના પુત્રીએ તેમના પિતાના નિવેદનને યોગ્ય ગણાવ્યું
  • આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં રાહત મળી

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં આર્યન અને અન્ય પાંચને ક્લીનચીટ આપવામાં આવી છે. તેમના નામ ચાર્જશીટમાં નથી. ત્યારબાદ રાજકીય જગતમાં નિવેદનબાજીનો દોર શરૂ થઇ ગયો છે. NCPના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક જે આર્યન ખાન કેસમાં NCB પર સતત પ્રહારો કરતા રહ્યા હતા તેમણે પણ પ્રતિક્રિયા આપી છે.


નવાબ મલિકે ટ્વીટ કર્યું કે, "હવે જ્યારે આર્યન ખાન અને અન્ય 5 લોકોને ક્લીનચીટ મળી ગઈ છે. શું NCB સમીર વાનખેડે, તેની ટીમ અને પ્રાઇવેટ આર્મીની વિરૂદ્ધ કાર્યવાહી કરશે? કે આ ગુનેગારોનો બચાવ કરશે?

બીજી તરફ નવાબ મલિકની પુત્રી સના મલિક તેમના પિતાના નિવેદનોને યોગ્ય ગણાવી રહ્યા છે, જેમાં તેમણે કહ્યું હતું કે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને એક ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા છે. સનાએ ટ્વિટ કરીને લખ્યું, "બનાવટી છેતરપિંડીનો પર્દાફાશ! સત્યની હંમેશા જીત થાય છે!"


NCPના નેતાઓ પણ જેલમાં બંધ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના આરોપોને યોગ્ય ગણાવી રહ્યા છે. આર્યન ખાનને ક્લીનચીટ મળ્યા બાદ એનસીપીના પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ કહ્યું કે મંત્રી નવાબ મલિક પહેલા દિવસથી જ આ મામલે સવાલો ઉઠાવી રહ્યા છે. ક્રેસ્ટોએ ટ્વીટ કરીને પૂછ્યું, "જો આર્યન ખાન નિર્દોષ હતો તો... શા માટે તેને બગડેલો જાહેર કરવામાં આવ્યો? આની પાછળનો હેતુ શું હતો? આ યુવક જે માનસિક ત્રાસમાંથી પસાર થયો છે તેના માટે કોણ જવાબદાર હશે? ઘણા પ્રશ્નો ઉભા થાય છે.."


બીજી તરફ એનસીપીના અન્ય પ્રવક્તા મહેશ તાપસીએ કહ્યું કે નવાબ મલિક આ કેસમાં છેતરપિંડી વિશે એકદમ સાચા હતા. પહેલા દિવસથી જ તેઓ આ સમગ્ર મામલે સવાલો ઉઠાવી રહ્યા હતા. તેના આરોપો એકદમ સાચા નીકળ્યા. તેમણે કહ્યું કે આ કેસમાં સમીર વાનખેડેની ભૂમિકા પર પણ અનેક સવાલો ઉભા થાય છે.

કહેવાય છે કે એસઆઈટીને આર્યન વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. પુરાવાના અભાવે જેમના નામ ચાર્જશીટમાં સામેલ નથી તેમાં આર્યન ખાન, અવિન સાહુ, ગોપાલ જી આનંદ, સમીર સાયગન, ભાસ્કર રોડા અને માનવ સિંઘલનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે એનસીબીએ આ કેસમાં આર્યન ખાન સહિત અન્ય 19 લોકોને આરોપી બનાવ્યા હતા. આર્યનની NCB દ્વારા 3 ઓક્ટોબરે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારમાં એક ક્રુઝ શિપમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન પર છોડી દેવાવામાં આવ્યા હતા.


  • Follow us on: