- ગઠબંધનના PM પદના ઉમેદવાર તરીકે મમતાએ મૂક્યો ખડગેના નામનો પ્રસ્તાવ
- હવે વારાણસીની VIP બેઠક માટે ગઠબંધનમાં બે નામની ચર્ચા : સૂત્રો
- વારાણસી લોકસભા બેઠક પર ભાજપને હરાવવું કોંગ્રેસ માટે લગભગ અશક્ય
લોકસભા ચૂંટણી 2024માં ભાજપને હરાવવાના ઉદ્દેશ્ય સાથે વિપક્ષી પાર્ટીઓએ એક થઈને INDI ગઠબંધનની રચના કરી હતી, પરંતુ સીટની વહેંચણી અને પીએમ પદના ઉમેદવાર સહિતના અનેક સવાલો ઉભા થયા હતા. જેના પર હજુ સુધી કોઈ સહમતિ બની શકી નથી. દરમિયાન, સૂત્રોના હવાલાથી માહિતી મળી રહી છે કે INDI ગઠબંધન PM નરેન્દ્ર મોદીને તેમના લોકસભા મતવિસ્તાર વારાણસી, ઉત્તર પ્રદેશમાં પડકારવા માટે રાજકીય સુપરસ્ટાર્સની સૂચિ પર વિચાર કરી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને VIP બેઠક વારાણસી માટે વિપક્ષ ગઠબંધન તરફથી બે નામના પ્રસ્તાવ મૂકવામાં આવ્યા છે. આ નામમાં એક નામ છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને બીજું નામ છે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા છે.










